કોણ છે જૉન વિક? જેણે કર્યું PM મોદીની પર્સનલ વેબસાઇટનું અકાઉન્ટ હૅક

03 September, 2020 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કોણ છે જૉન વિક? જેણે કર્યું PM મોદીની પર્સનલ વેબસાઇટનું અકાઉન્ટ હૅક

જૉન વિકની ભૂમિકા ફિલ્મમાં કિનૂ રિવ્સે ભજવી છે.

ગુરુવારે (Thursday Morning) સવારે પીએમ (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ (Personal Website) narendra modi.in સાથે જોડાયેલ ટ્વિટર (Twitter Account Hacked) અકાઉન્ટ હૅક કરી દેવામાં આવ્યા છો. હૅકરે ટ્વિટર અકાઉન્ટ પર કોરોના મહામારી(Coronavirus Pendemic) સામે લડવા લોકોને પીએમ (PM Relief Fund) રિલીફ ફન્ડમાં પૈસા જમા કરાવવાની માગ કરી. લગભગ અડધો ડઝન ટ્વીટ (Tweet)નો ઢગલો કરવામાં આવ્યો. બધાં ટ્વીટમાં લગભગ એક જેવા જ મેસેજિસ હતા. એટલું જ નહીં લોકોને બિટકૉઇન દ્વારા ડોનેટ કરવા માટે કહેવામાં આવ્યું. જો કે, રાહતની વાત એ છે કે થોડીક જ વારમાં અકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું અને હૅકરના બધાં ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવ્યા છે. ટ્વિટરે પણ આની તપાસ શરૂ કરી દીધી.

વાયરલ થવા લાગ્યા મેસેજ
પીએમ મોદીના આ ટ્વિટર હૅન્ડલ પર લગભગ 25 લાખ ફૉલોઅર્સ છે. જો કે, અકાઉન્ટ હૅક થતાં જ હૅકર્સના મેસેજ એક તરફ વાયરલ થવા લાગ્યા. હૅકર્સે અકાઉન્ટ હૅક કર્યા પછી લખ્યું કે આ અકાઉન્ટ જૉન વિક (hckindia@tutanota.com)એ હૅક કરી. સાથે જ એ પણ દાવો કર્યો કે પેટીએમ મૉલ એપ હૅક કરવામાં તેમનો કોઇ હાથ નહોતો.

કોણ છે જૉન વિક?
જૉન વિક હોલીવુડની એક જાણીતી ફિલ્મ છે. અહીં જૉન વિકની ભૂમિકા કીનૂ રીવ્સે ભજવી છે. આ ફિલ્મ એક કાલ્પનિક કેરેક્ટર પર આધારિત છે. ફિલ્મમાં જૉન વિક્સ પોતાના કુતરાને મારનારા બદમાશોની શોધ કરે છે. એવામાં બદમાશ જેણે તેની પાસેથી બધું છીનવી લીધું હતું. આ ફિલ્મનાં ત્રણ જુદાં-જુદાં પાર્ટ અત્યાર સુધી રિલીઝ થઈ ગયા છે. વર્ષ 2014માં પેહલી ફિલ્મ આવી હતી. તેના પછી હજી બે સીક્વલ બનાવવામાં આવી છે.

શું છે બાકીના અન્ય બે પાર્ટ્સમાં
ફિલ્મના બીજા બે પાર્ટમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક અનાથ વિકને તરાસોવ રૂસી માફિયા ઉઠાવી લઈ ગયા અને તેને મર્ડરર બનાવી દેવાયો. તેમની નિર્દયતા થકી તેમને બાબા યાગા અને બૂગીમેનનું નામ આપવામાં આવ્યું. ત્રીજા પાર્ટમાં આપણને તેનું સાચ્ચું નામ જરદાની જોવોનોવિચ વિશે ખબર પડી જાય છે.

national news narendra modi twitter