1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન

27 February, 2021 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન

પ્રતીકાત્મક તસવીર (ફાઇલ ફોટો)

ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં 1 માર્ચથી રસીકરણનું ત્રીજું ચરણ શરૂ થઈ રહ્યું છે. કોરોના રસીકરણના આ ચરણમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને તેવા લોકો જેની ઉંમર 45 વર્ષથી વધારે છે અને તે બીમારીથી પીડિત છે, તેમને પણ રસી મૂકવામાં આવશે. જો કે, આ માટે અનેક પ્રક્રિયા છે અને શરતો છે. તો જાણો રસીકરણ અભિયાન સાથે જોડાયેલા બધા પ્રશ્નોના જવાબ

એક માર્ચથી શરૂ થતા આ ત્રીજા ચરણમાં કોણ રસીકરણને પાત્ર
હાલના ચરણમાં ફક્ત સ્વાસ્થ્યકર્મીઓ અને અગ્રિમ પંકતિમાં કોરોના યોદ્ધાઓને રસી મૂકવામાં આવી રહી છે. એક માર્ચમાં શરૂ થઈ રહેલા ત્રીજા ચરણમાં 60 વર્ષથી વધારેની ઉંમરના કોઇપણ વૃદ્ધ અને 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારીઓથી જજૂમી રહેલા બધા લોકો રસી મૂકાવી શકશે.

45થી 60 વર્ષના લોકો કઇ બીમારીઓથી જજૂમતા રસીકરણને પાત્ર
કેન્દ્ર સરકારે હાલ તે બીમારીઓની સૂચી જાહેર કરી નથી, જેના પીડિત કોરોના રસીકરણને પાત્ર હશે. જો કે, મામલે સાથે જોડાયેલા અધિકારીનું કહેવું છે કે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને કેન્સરના દર્દીઓ સિવાય તે લોકો રસી મૂકાવી શકશે, જેનું હ્રદય, લિવર, કિડની કે ફેફસાં સાથે જોડાયેલા રોગ સિવાય સ્ટ્રૉકનો શિકાર થવાનો ઇતિહાસ છે.

45 લોકો માટે બીમારીના પરિમાણની પ્રક્રિયા હશે
લાભાર્થીઓને રસીકરણ કેન્દ્ર પર બીમારી સાથે જોડાયેલું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, જેના પર પંજીકૃત ચિકિત્સકના સહી હોવી જરૂરી છે.

કેવી રીતે થશે લાભાર્થીઓનું વેરિફિકેશન?
સરકાર તરફથી સ્વીકૃત 12 ઓળખપત્રોથી લાભાર્થીઓનું વેરિફીકેશન કરવામાં આવશે તેમાં આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાનકાર્ડ,જન પ્રતિનિધિઓને ઈસ્યુ કરેલ ઓળખપત્ર, બેન્ક/પોસ્ટ ઓફીસ પાસબુક, પેન્શન, દસ્તાવેજ, સરકારી કર્મચારીઓનું સર્વીસ ઓળખપત્ર અને રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર (એનપીઆર) અંતર્ગત ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ સામેલ છે.ઓળખપત્રમાં નોંધાયેલી જાણકારીની મેળવણી મતદાર યાદી સાથે કરવામાં આવશે.

શું હશે હૉસ્પિટલમાં રસીકરણનો ભાવ?
દેશની દરેક સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે રસીકરણ થશે.ખાનગી હોસ્પિટલોમાં વિનામુલ્યે રસીકરણ નહીં થાય, અલબત લાભાર્થીઓ પાસેથી કેટલો ચાર્જ વસુલવામાં આવશે તેની હાલ કોઈ માહિતી નથી.

સરકારી-ખાનગી હૉસ્પિટલમાં રસીની કિંમત નિયંત્રિત હશે?
સરકારે આ વિશે કોઇ જાહેરાત કરી નથી. જો કે, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ખાનગી હૉસ્પિટલમાં રસીકરણના એક ડૉઝની કિંમત 400 રૂપિયા સુધી હોઇ શકે છે.

શું કોવિન એપ રજીસ્ટ્રેશન માટે એકમાત્ર મંચ રહેશે?
કોરોના રસીકરણનાં કેસમાં કોવિન એપ મુખ્ય લોજીસ્ટિક ટુલ રહેશે. અભિયાનમાં મોટા પ્રમાણને જોતાં સરકાર રજીસ્ટ્રેશનના અન્ય મંચ પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

કઈ એપ વેબસાઈટને સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે?
આરોગ્ય સેતુ સિવાય સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત અન્ય કોવિડ એપ ઉપરાંત ટુંક સમયમાં રસીકરણ અભિયાન માટે એક પોર્ટેલ શરૂ કરી શકાય છે.

રસી મૂકાવવા માટે સીધા સરકારી કે ખાનગી હૉસ્પિટલમાં જઈ શકાશે કે અગાઉથી સમય લેવો પડશે?
રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલ લાભાર્થી સીધા હૉસ્પિટલ પહોંચીને રસૂ મૂકાવી શકે છે. તેમને અલગથી સમય લેવાની જરૂર નથી.

લાભાર્થીઓને મળશે રસી પસંદગીનો વિકલ્પ?
આ વિશે કોઇપણ સ્પષ્ટ માહિતી નથી. ભારતમાં બે રસી (કોવિશિલ્ડ અને કોવાક્સિન) મૂકવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અગ્રિમ મોરચાના કર્મચારીઓને પસંદગીનો વિકલ્પ આપવામાં આવ્યો નહોતો.

ખાનગી હોસ્પિટલોને રસીનો પુરવઠો કેવી રીતે કરવામાં આવશે?
આ અંગે કોઇપણ માહિતી નથી કે સરકાર ખાનગી હોસ્પિટલોને રસીનો પૂરવઠો પૂરો પાડશે કે પછી તેમને ખુદને ખરીદવાની છુટ અપાશે.

coronavirus covid19 national news