Coronavirus Test Procedure: જાણો કેવી રીતે થાય છે કોરોના ટેસ્ટ

23 March, 2020 07:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Test Procedure: જાણો કેવી રીતે થાય છે કોરોના ટેસ્ટ

કોરોનાવાયરસ ટેસ્ટ

વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ લાખો લોકો કોરોના વાયરસના ચપેટમાં આવી ગયા છે, જ્યારે આ જીવલેણ વાયરસથી 14 હજારથી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. જો કે, આમાં કોઇ શંકા નથી કે જે ઝડપથી આ વાયરસ ફેલાઇ રહ્યું છે, તેમાં રાહતની વાત એ પણ છે કે 3.5 લાખ સંક્રમિત લોકોમાંથી લગભગ 1 લાખ જેટલા લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે.

કોરોના વાયરસ જ્યારથી ફેલાવાનું શરૂ થયું છે, ત્યારથી ભારતમાં કેટલાય રિપોર્ટ્સ આવ્યા છે જ્યારે આથી સંક્રમિત લોકો હૉસ્પિટલમાંથી ભાગી ગયા હોય. અહીં સુધી કે કેટલાય લોકો એવા પણ છે જે ટેસ્ટ કરાવવા હૉસ્પિટલ તો ગયા, પણ ટેસ્ટ પહેલા જ ભાગી જાય છે. બધાંના મનમાં ગભરાટ થવો સહજ છે, પણ આથી ભાગવું એ બીમારીનો ઉપાય નથી, પણ વધારે જોખમકારક છે. આની સારવાર ન કરાવી તમે ફક્ત પોતાને જ નહીં પણ અન્યના જીવ પણ જોખમમાં મૂકો છો.

ટેસ્ટમાં શું થાય છે?
એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે કે નહીં તે તેના લોહી કે યૂરિનના નમૂનાથી ખબર પડતી નથી. આના ટેસ્ટની રીતમાં તમને અહજતા અનુભવાય એવું બને, પણ આ ટેસ્ટ સરળ છે અને જલ્દી ખતમ પણ થઈ જાય છે. આ ટેસ્ટ માટે તમારા નાકમાં એક લાંબી ક્યૂ-ટિપ નાખવામાં આવે છે અને કફને ટેસ્ટ માટે લેવામાં આવે છે. આવી જ ટેસ્ટથી ગળાના કફના નમૂના પણ લેવામાં આવે છે દરમિયાન તમારે ફક્ત શાંત રહેવાનું છે, આ ટેસ્ટમાં 10-15 સેકેન્ડથી વધારે વાર લાગતી નથી. તમારા નાક અને ગળામાંથી લેવામાં આવેલા નમૂનાને એક સાફ કન્ટેનરમાં રાખીને સીધો લૅબ મોકલવામાં આવે છે.

ટેસ્ટના પરિણામ આવવામાં લાગે છે કેટલો સમય?
ટેસ્ટ કરાવતા પહેલા, તમારા લક્ષણોની ઘણીવાર તપાસ થશે, એકવાર ટેસ્ટ થઈ ગયા પછી, તમારા પ્રવાસના ઇતિહાસના આધારે, તરત જ દાખલ પણ થવા માટે પણ કહેવામાં આવી શકે છે. એવામાં ગભરાવવાની જરૂર નથી, પોતાને એ વાત માટે તૈયાર રાખો કે હૉસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે. તેથી જ્યારે પણ હૉસ્પિટલ જાઓ, પોતાની સાથે પોતાનો જરૂરી સામાન અવશ્ય રાખવો. શક્ય હોય તો બેડશીટ, પાણી અને ઘરનો ખોરાક પણ સાથે પૅક કરી લેવો.

નિશ્ચિંત રહો, સરકાર આ સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે શક્ય પગલાં લઈ રહી છે. કેટલાક લોકો જેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું, તેમણે આ વાત માની છે.

ટેસ્ટના પરિણામ આવવામાં હજી બે દિવસ લાગી શકે છે અને તમારે ત્યાં સુધી શાંતિ અને ધીરજથી રાહ જોવાની છે. હૉસ્પિટલમાં હોવાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તમારી પાસે તમારો મોબાઇલ હશે, જેથી તમે તમારા મિત્રો, પરિવારજનો સાથે વાતચીત પણ કરી શકો છો. જો તમને દાખલ થવા માટે નથી કહેવામાં આવ્યું, તો તમે ઘરે પાછા જઈ શકો છો અને પરિણામની રાહ જોઇ શકો છો. તેથી જ્યારે પણ ફ્લૂ કે કોરોના વાયરસ જેવા લક્ષણો ફીલ થાય, તો ગભરાવું નહીં અને તરત જ નજીકના હૉસ્પિટલ જઈને પોતાની તપાસ કરાવવી. સમયસર સારવાર એ જ સૌથી યોગ્ય બચાવ છે.

coronavirus covid19 national news