આખરે શું છે એ ઈમેઈલમાં, જેના આધારે રાહુલ ગાંધીએ PM પર કર્યા ગંભીર આરોપો

12 February, 2019 02:51 PM IST  | 

આખરે શું છે એ ઈમેઈલમાં, જેના આધારે રાહુલ ગાંધીએ PM પર કર્યા ગંભીર આરોપો

રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કર્યા ગંભીર આરોપો

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દાને લઈને વડાપ્રધાન મોદી પર ગંભીર આક્ષેપો ક્યા છે. તેમણે કહ્યું કે રાફેલ ડીલ સાઈન કરતા પહેલા જ અનિલ અંબાણીએ ફ્રાંસના રક્ષામંત્રી સાથે મુલાકાત કરીને કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન આવશે તો એક MOU(રાફેલ સોદો) સાઈન થશે, જેમાં મારું નામ હશે.

રાહુલે આ ઈમેઈલના આધારે કર્યા ગંભીર આરોપો



ઈમેઈલમાં શું છે?
'તમારી જાણકારી માટે, હમણાં જ ફોન પર સી. સાલોમન(સાલોમન જેવાઈ લે ડ્રાયનના સલાહકાર છે, જે સોમવારે થયેલી મીટિંગમાં હાજર હતા)સાથે વાત થઈ. એ. અંબાણી આ અઠવાડિયે મંત્રીના ઑફિસ આવ્યા(તેમની આ યાત્રા ગુપ્ત અને પહેલેથી જ નક્કી હતી) હતા. મીટિંગમાં તેમણે(એ. અંબાણીએ) જણાવ્યું કે તેઓ કોમર્શિયલ હેલોસ પર તેઓ પહેલા AH સાથે કામ કરવા માંગે છે અને બાદમાં ડિફેંસ સેક્ટરમાં. તેમણે(એ. અંબાણીએ) જણાવ્યું કે MOU તૈયાર થઈ રહ્યું છે, જેના પર વડાપ્રધાનના પ્રવાસ વખતે સાઈન કરવામાં આવશે.

કોણે કોને લખ્યો હતો ઈમેઈલ?
આ ઈમેઈલ એયરબસના તત્કાલિન CEO ગુલિયામ ફૌરીના તરફથી કંપનીના એશિયા સેલ્સ હેડ મૉન્ટેક્સ અને ફિલિપને લખવામાં આવ્યો હતો. તેની કૉપી શ્વી, ક્લાઈવ, મૉડેટ, ચૉમ્સી અને નિકોલસને મોકલવામાં આવી હતી.

રાહુલના આરોપ
રાહુલ ગાંધી પ્રેસ કોન્ફ્રેન્સમાં ઈમેઈલનો હવાલો આપીને કહ્યું કે, 'એયરબસના એક્ઝિક્યૂટિવે ઈમેઈલ લખ્યો કે ફ્રાંસના રક્ષામંત્રીની ઑફિસમાં અનિલ અંબાણી ગયા હતા. મીટિંગમાં અંબાણીએ કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન આવશે ત્યારે એક MOU સાઈન થશે. જેમાં અનિલ અંબાણીનું નામ હશે.'રાહુલે કહ્યું કે સોદા પર દસ્તાવેજ થતા પહેલા જ રાફેલ ડીલ મામલે ન તો ભારતના તત્કાલિન રક્ષામંત્રીને ખબર હતી કે ન તો HAL અને વિદેશ મંત્રીને.

આ પણ વાંચોઃ PM મોદીએ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કર્યું કામઃ રાહુલ ગાંધી


રાહુલે એવો પણ આરોપ લગાવ્યો કે રાફેલ સોદો થવાના 10 દિવસ પહેલા અનિલ અંબાણીને આ સોદા વિશે જાણકારી હતી. એનો મતલબ એમ છે કે વડાપ્રધાન અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા હતા. માત્ર આ જ આધાર પર ટૉપ સીક્રેટને કોઈની સાથે શેર કરવા માટે વડાપ્રધાન પર કેસ ચલાવવો જોઈએ. તેમને જેલ મોકલવા જોઈએ. આ દેશદ્રોહનો મામલો છે.

rahul gandhi narendra modi