દુર્ગા પૂજા પંડાલમાં હવે 60 લોકોને મળશે પ્રવેશ, કોલકાતા HC તરફથી રાહત

21 October, 2020 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દુર્ગા પૂજા પંડાલમાં હવે 60 લોકોને મળશે પ્રવેશ, કોલકાતા HC તરફથી રાહત

ફાઇલ ફોટો

કોલકાતા હાઇકોર્ટે (Kolkata Highcourt) પૂજા પંડાલને નો એન્ટ્રી ઝૉન જણાવનારા આદેશમાં થોડોક ફેરફાર કર્યો છે. કોર્ટના નવા આદેશથી પૂજા આયોજકોને થોડી રાહત મળી છે, કારણકે હાઇકૉર્ટે નવા આદેશ પ્રમાણે, હવે વધુમાં વધુ 60 લોકો એક સમયે પંડાલમાં પ્રવેશ કરી શકે છે. હકીકતે, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા આયોજકોએ પંડાલ સંબંધે કોર્ટના આદેશમાં સામાન્ય ફેરફારની અરજી કરી હતી, જેની સુનાવણી આજે થઈ. કોલકાતા હાઇકૉર્ટે પોતાના આદેશમાં થોડોક ફેરફાર કર્યો અને કહ્યું કે મોટા પૂજા પંડાલોમાં અધિકતમ 60 લોકો જઈ શકે છે, જ્યારે નાના પંડાલોમાં 15 લોકોના પ્રવેશની પરવાનગી રહેશે.

સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે, કોર્ટે પોતાના આદેશમાં ઢાકીને (એક પ્રકારના પારંપરિક ડ્રમ વાદક)ને પણ પૂજા પંડાલમાં એન્ટ્રી ઝૉનમાં જવાની પરવાનગી આપી છે. આ નિર્ણય બાદ હવે પંડાલના ગેટની બહાર ઢોલ વગાડી શકાશે. નોંધનીય છે કે મહાનગરમાં દુર્ગા પૂજા આયોજકોના એક સંઘે મંગળવારે કોલકાતા ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરી કોવિડ-19ને ફેલતા અટકાવવા માટે પંડાલોને 'નો એન્ટ્રી ઝૉન' બનાવવાના કોર્ટના નિર્ણયમાં 'સામાન્ય ફેરફાર'ની અરજી કરી હતી.

આ પહેલાના આદેશમાં કોર્ટે નાના પૂજા પંડાલોમાં સમિતિના 15 સભ્યોને પ્રવેશ કરવાની પરવાનગી આપી હતી, તો મોટા પંડાલોમાં 25ને. સાથે જ કોર્ટે એ પણ કહ્યું હતું કે, પ્રવેશ કરનારના નામ પહેલાથી જ નક્કી કરવાના રહેશે અને તેમને રોજિંદા ધોરણે બદલાવી નહીં શકાય.

ન્યાયમૂર્તિ સંજીવ બેનર્જી અને ન્યાયમૂર્તિ અરિજીત બેનર્જીની ખંડપીઠે સોમવારે આદેશ આપ્યો હતો કે રાજ્યામાં બધા દુર્ગા પૂજા પંડાલની ચારેબાજુ બેરિકેડ લાગેલા હોવા જોઇએ જેથી પૂજા સમિતિના અમુક સભ્યો સિવાય અન્ય કોઇને પ્રવેશ ન આપવામાં આવે. કોલકાતામાં 300થી વધારે પૂજા સમિતિઓના સંઘ 'ફોરમ ફૉર દુર્ગોત્સવ'એ કોર્ટના આદેશમાં સામાન્ય ફેરફારની અરજી કરી હતી.

શિવમંદિર દુર્ગા પૂજાના પદાદિકારી ઘોષે કહ્યું, "અમે એક સમયે 20થી વધારે લોકોને પરવાનગી ન આપીને જુદી-જુદી પુષ્પાંજલિ કરાવવાનો નિર્ણય લીધો હતો. હવે કોર્ટે નિર્દેશ કર્યો છે કે નાના પંડાલોમાં પાંચ મીટરના અંતરે અને મોટા પંડાલોમાં લોકો વચ્ચે 10 મીટરનું અંતર જાળવવામાં આવે. ત્યાર પછી અમારે સમજવાનું રહેશે કે સામુહિક પુષ્પાંજલિ કેવી કરવામાં આવે."

kolkata national news