આ વર્ષે ચોમાસાને કેરળ પહોંચતા ચાર દિવસ મોડું થવાની શક્યતા

15 May, 2020 02:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે ચોમાસાને કેરળ પહોંચતા ચાર દિવસ મોડું થવાની શક્યતા

પ્રતિકાત્મક તસવીર

હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ચોમાસુ કેરળમાં પાચમી જુને પહોચશે. આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસુ પહેલી જૂને કેરળ પહોંચશે. જ્યારે આજે કરેલી આગાહી મુજબ હવે ચોમાસુ પાચમી જૂને કેરળ પહોચશે. ચોમાસુ કેરળ પહોંચતાની સાથે જ દેશમાં ચાર મહિનાની ચોમાસાની ઋતુ શરૂ થઈ જાય છે.

હવામાન વિભાગે જણાવ્યા મુજબ, છેલ્લા પંદર વર્ષમાં માત્ર વર્ષ 2015 સિવાય દર વર્ષે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. ગત વર્ષે ચોમાસુ આઠમી જૂને કેરળ પહોચ્યુ હતું. જ્યારે હવામાન વિભાગની આગાહી છઠ્ઠી જૂનની હતી.

વરસાદ ક્યારે કેરળ પહોચશે તેની જે તારીખની આગાહી હવામાન વિભાગે કરી હોય તેમા ચાર-પાચ દિવસ આગળ પાછળ થઈ શકે છે. જ્યારે 2018માં અને 20017માં જે દિવસની આગાહી કરી હતી તે જ દિવસે ચોમાસુ કેરળ પહોચ્યુ હતું. 2018માં 29 મે અને વર્ષ 2017માં 30 મેની આગાહી કરવામાં આવી હતી. 2016માં ફખ્ત એક જ દિવસનો ફરક રહ્યો હતો, આગાહી 7 જુનની હતી અને ચોમાસુ 8 જુને પહોચ્યું હતું. વર્ષ 2015ની વાત કરીએ તો હવામાન વિભાગે 30 મે ની આગાહી કરી હતી. પરંતુ ચોમાસુ પાચમી જૂને કેરળ પહોચ્યું હતું.

એપ્રિલ મહિનામાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 100 ટકા પડશે. 96 થી 100 ટકા વરસાદ પડે તો ચોમાસુ સામાન્ય કહેવાય છે.

national news kerala