ગુજરાત સહિત દેશભરમાં ચોમાસામાં થશે સામાન્ય કરતા સારો વરસાદ

15 April, 2019 06:28 PM IST  | 

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસામાં થશે સામાન્ય કરતા સારો વરસાદ

ફાઈલ ફોટો

ખેડૂતો જેની સૌથી વધુ રાહ જોતા હોય તો તે છે વરસાદ. ખેડૂતોની વર્ષભરની મહેનત વરસાદના આવવા પર નિર્ભર રહે છે. હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે. સ્કાઈમેટે આગાહી કરી છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતા પણ સારો રહેશે જેના કારણે ખેડૂતોને સારુ એવુ પાણી મળી રહેશે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમમાં વરસાદ સારો રહેવાની સંભાવના રહેશે.

દેશભરમાં 96% વરસાદ પડવાની સંભાવના

વરસાદની આગાહી કરતી ખાનગી કંપની સ્કાઈમેટે કહ્યું હતું કે, આ વર્ષે દેશભરમા 96 %ની આસપાસ વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય રીતે દેશમા 96 થી 104 ટકા વરસાદને સામાન્ય માનવામાં આવે છે જ્યારે 90 થી 96 ટકા વરસાદને સામાન્ય કરતા પણ ઓછો માનવામાં આવે છે. 90 ટકાથી ઓછા વરસાદને નબળું ચોમાસુ માનવામાં આવે છે. છેલ્લા 5 વર્ષોમાં 3 વર્ષ 90 ટકા કરતા ઓછો વરસાદ પડ્યો છે જેના કારણે દેશના ઘણા વિભાગોમાં દુકાળની સ્થિતિ જોવા મળી હતી.

 

આ પણ વાંચો: રાજ્યમાં હવામાનમાં પલટો, કાળા ડિંબાંગ વાદળો સાથે ફૂંકાયો પવન

 

જુનથી સપ્ટેમ્બર દરમ્યાન 7 ટકા ઓછો વરસાદ પડી શકે છે

હવામાનની આગાહી કરનારી પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે કહ્યું હતું કે, જુનથી સપ્ટેમ્બરના 4 મહિનામાં વરસાદ સામાન્ય કરતા 7 ટકા જેટલો ઓછો પડી શકે છે જેના કારણે ગરમી વધી શકે છે જે સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલુ તાપમાન વધારે રહેવાની સંભાવના માનવામાં આવે છે. વધારે ગરમી પડવાના કારણે વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. જેના કારણે ખેતીને સારો પ્રતિભાવ મળવાની સંભાવના લગાવવામાં આવી રહી છે.