ઓડિશામાં ચક્રવાતી તોફાનને કારણે રાજ્ય સરકારે ટ્રેન થોભાવવાની કરી માગ

17 May, 2020 12:17 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ઓડિશામાં ચક્રવાતી તોફાનને કારણે રાજ્ય સરકારે ટ્રેન થોભાવવાની કરી માગ

પ્રતીકાત્મક તસવીર

બંગાળની ખાડીમાંથી ઉઠેલો ચક્રવાતી તોફાન અમ્ફાન (Cyclone Amphan) ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ તોફાનના ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટ પર ટકરાવવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનના ખતરાનો જોતા ઓડિશા સરકારે 12 તટીય જિલ્લામાં અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર બન્યું હતું, જે ધીમે ધીમે ચક્રવાતમાં પરિવર્તિત થવા લાગ્યું. આ ચક્રવાત 17 મેથી બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના તટ તરફ વધશે. જે 18મી મે એટલે કે સોમવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.

માછીમારોને સમુદ્ર કિનારે ન જવાની સલાહ
હવામાન વિભાગ તરફથી માછીમારોને 18થી 20 તારીખ દરમિયાન ઓડિશા અને બંગાળના તટથી સમુદ્ર કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય જે માછીમારો સમુદ્ર તટ પર હાજર છે, તેમને પણ 17મી મે સુધી પાછાં ફરવા કહ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ચક્રવાત દરમિયાન હવાની ઝડપ 115 કિલોમીટર પર કલાક સુધી હોઇ શકે છે.

ઝડપી પવન અને વરસાદની શક્યતા
હવામાન વિભાગ પ્રમાણે ચક્રવાતી તોફાન અમ્ફાન થકી તટીય ઓડિશામાં 18મેના રોજ સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદનું અનુમાન છે. સાથે જ આંદામાન નિકોબાર ટાપુઓ સહિત અનેક જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાનને કારણે મોટાભાગના તટીય રાજ્યોમાં વરસાદ પડી શકે થે, તેથી માછીમારોને સમુદ્રમાં માછલી પકડવા ન જવાની સલાહ આપવામાં આવી છે.

ચક્રવાતી તોફાન અંગે નૌસેના અલર્ટ
આ દરમિયાન, પૂર્વી નૌસેના કમાન (ENC) પણ અલર્ટ છે. વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌસેનાના જહાજો અલર્ટ મોડમાં છે. જહાજોમાં ગોતાખોર, ડૉક્ટર અને રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આમાં ભોજન સામગ્રી, તંબૂ, કપડાં, દવાઓ, ધાબડાં વગેરે પર્યાપ્ત માત્રામાં સામેલ છે. આ સિવાય ઓડિા અને પશ્ચિમ બંગાળમાં બચાવ અને રાહત પ્રયત્નો વધારવા માટે જેમિની બોટ્સ અને મેડિકલ ટીમ્સની સાથે સુરક્ષા દળ પણ તૈયાર છે.

ઓડિશા સરકારે કરી શ્રમિક સ્પેશિયલ ટ્રેન અટકાવવાની માગ
ઓડિશામાં ચક્રવાતના જોખમને જોતાં પ્રદેશ સરકારે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે તેમના રાજ્યમાંથી પસાર થનારી ટ્રેનો અટકાવી દેવામાં આવે ઓડિશા સરકારે રાજ્યના તટીય વિસ્તારોમાંથી પસાર થનારી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને 3-4 દિવસ માટે અટકાવવાની માગ કરી છે.

national news odisha