પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે : સુપ્રીમ કોર્ટ

29 October, 2020 01:01 PM IST  |  Mumbai | Agencies

પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે : સુપ્રીમ કોર્ટ

પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે : સુપ્રીમ કોર્ટ

દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના ભાઈ અનિલ અંબાણીને સરકાર દ્વારા અપાયેલી ઝેડ સિક્યૉરિટીને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી હતી. જોકે કોર્ટે મુંબઈ હાઈ કોર્ટના એ અભિપ્રાયને બહાલ રાખ્યો હતો કે શ્રીમંતોએ પોતાની સિક્યૉરિટીનો ખર્ચ પોતે ઉપાડી લેવો જોઈએ.
૨૦૧૩માં મનમોહન સિંહની સરકારે અંબાણી ભાઈઓને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપી ત્યારે એ નિર્ણયને મુંબઈ હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે આ ભાઈઓ પોતાની સિક્યૉરિટીનો ખર્ચ પોતે ઉપાડી શકે એટલા સમૃદ્ધ છે. હાઈ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જોકે હાઈ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે દેશના અર્થતંત્રમાં માતબર પ્રદાન કરતા આ ભાઈઓની જાનને જોખમ હોય તો એ મુદ્દાને હળવાશથી લઈ શકાય નહીં. કોને કેટલી અને કેવી સિક્યૉરિટી આપવી એ નક્કી કરવાનું કામ સરકારનું છે, કોર્ટનું નથી.

mumbai mukesh ambani anil ambani business news supreme court