ભારતમાં 1 ટકા ધનિક પાસે 70 ટકા ગરીબો કરતાં 4 ગણી વધુ અધધધ સંપત્તિ

21 January, 2020 10:53 AM IST  |  Davos

ભારતમાં 1 ટકા ધનિક પાસે 70 ટકા ગરીબો કરતાં 4 ગણી વધુ અધધધ સંપત્તિ

કરન્સી

દેશના ૧ ટકા અમીરોની સંપત્તિ ૯૫.૩ કરોડ લોકો એટલે કે ૭૦ ટકા વસ્તીની કુલ સંપત્તિથી પણ ચાર ગણી વધુ છે. દેશના ૬૩ અબજપતિઓની સંપત્તિ દેશના એક વર્ષના બજેટથી પણ વધુ છે. ૨૦૧૮-૧૯માં દેશનું બજેટ ૨૪ લાખ ૪૨ હજાર ૨૦૦ કરોડ રૂપિયા હતું. વિશ્વમાંથી ગરીબી ખતમ કરવા માટે કામ કરનારી સંસ્થા ઓક્સફેમે સોમવારે બહાર પાડેલા રિપોર્ટ ટાઈમ ટૂ કૅરમાં આ આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘરનું કામ કરનાર મહિલાને ટેક કંપનીના ટૉપ સીઈઓના એક વર્ષના વેતન બરાબર કમાવવામાં ૨૨,૨૭૭ વર્ષ લાગી જશે. ટેક કંપનીના સીઈઓ પ્રતિ સેકન્ડ ૧૦૬ રૂપિયાના હિસાબથી ૧૦ મિનિટમાં એટલું કમાઈ લેશે, જેટલું ઘરેલું કામ કરનાર મહિલા એક વર્ષમાં કમાય છે. મહિલાઓ અને છોકરીઓ પ્રત્યેક દિવસે ૩.૨૬ અબજ કલાક પેમેન્ટ વગર કામ કરે છે. તે દેશની ઇકૉનૉમિમાં ૧૯ લાખ કરોડ રૂપિયાના યોગદાનને બરાબર છે. આ રકમ ૨૦૧૯માં દેશના શિક્ષા બજેટ (૯૩ હજાર કરોડ રૂપિયા)થી ૨૦ ગણી વધારે છે.

ઓક્સફેમ ઇન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરનું કહેવું છે કે હાલની આર્થિક વ્યવસ્થામાં મહિલાઓ અને છોકરીઓને સૌથી ઓછો ફાયદો મળે છે.

national news