અમે કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર સાથે:રાહુલ ગાંધીનો વડાપ્રધાનને પત્ર

30 March, 2020 11:10 AM IST  |  Mumbai Desk | GNS

અમે કોરોના વિરુદ્ધની લડાઈમાં સરકાર સાથે:રાહુલ ગાંધીનો વડાપ્રધાનને પત્ર

ફાઇલ ફોટો

દેશમાં વધતા કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં રાહુલે પીએમ મોદીને સૂચન આપીને કહ્યું છે કે આ કોરોના જેવા પડકારો સામે લડવા અને તેના પર કાબૂ મેળવવામાં અમે સરકારની સાથે છે. આ પહેલાં રાહુલ ગાંધીએ કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે કરેલા લૉકડાઉન દરમિયાન મજૂરો તેમ જ ગરીબોને પોતાનાં ઘરો માટે પગપાળા જવા માટે આરોપ લગાવ્યો હતો કે આ ભયાનક સ્થિતિ માટે સરકાર જવાબદાર છે.

તેમણે કહ્યું કે ભારતની પરિસ્થિતિ અલગ છે. આપણે બીજા દેશોની લૉકડાઉનની રણનીતિથી પણ વધુ પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે આપણા દેશમાં રોજમદાર મજૂરોની સંખ્યા વધુ છે માટે આપણે આર્થિક ગતિવિધિઓ બંધ ન કરી શકીએ.

national news rahul gandhi narendra modi coronavirus covid19