હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની

08 December, 2011 06:47 AM IST  | 

હિન્દ મહાસાગરમાં ચીનની ગતિવિધિ પર ભારતની ચાંપતી નજર : ઍન્ટની

 

ઍન્ટનીએ ગઈ કાલે સંસદમાં પ્રશ્નકાળ દરમ્યાન જણાવ્યું હતું કે ‘દેશનાં વ્યાપારી હિતો તથા સુરક્ષા બાબતે સરકાર ચિંતિત છે અને એની સલામતી માટે પૂરતાં પગલાં લઈ રહી છે.’ ચીન પૉલિમેટાલિક સલ્ફાઇડ મેળવવા માટે આંતરાષ્ટ્રીય જળમાં શારકામ કરી રહ્યું છે. આંતરષ્ટ્રીય જળમાં એક્સ્પ્લોરેશન કરવા માટે યુનાઇટેડ નેશન્સ પાસેથી પરવાનગી મેળવવાની હોય છે.