સુરક્ષિત અને અસરકારક રસી બનાવવામાં આગેકૂચ: હર્ષ વર્ધન

10 January, 2021 01:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુરક્ષિત અને અસરકારક રસી બનાવવામાં આગેકૂચ: હર્ષ વર્ધન

હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાઇરસ વૅક્સિનેશનનું રોલઆઉટ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે એમ જણાવતાં કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષ વર્ધને ગઈ કાલે વધુમાં ઉમેર્યું હતું કે ભારત ઓછી કિંમતની સુરક્ષિત અને અસરકારક રસી તૈયાર કરવાની દિશામાં કામ કરશે.

૧૬મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન, ૨૦૨૧ને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે રસી વિતરણની કુશળતાના આધારે સહયોગપૂર્ણ મંથન અને નિર્માણના મહિનાઓ બાદ ભારતે કોવિડ-19 વૅક્સિનેશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવી છે.

ભારતે કોવિન નામની કોવિડ-19 વૅક્સિન આપવા માટે અદ્યતન પ્લૅટફૉર્મ તૈયાર કર્યું છે. તેમણે કહ્યું હતું કે અમારી રણનીતિનો એક મહત્ત્વનો હિસ્સો રસીકરણ પછી પ્રતિકૂળ ઘટનાઓની સંભાવના છતાં લોકોમાં રસીની સુરક્ષિતતામાં વિશ્વાસ જળવાઈ રહે તે મુખ્ય છે.

national news coronavirus covid19