Watch Video:બિહારમાં તાલીમ દરમિયાન વિમાન ટેક ઓફ થતાં જ થયું ક્રેશ, પાયલટ સુરક્ષિત

28 January, 2022 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બિહારના ગયામાં ભારતીય આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીનું એક એરક્રાફ્ટ શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગયું હતું.

બિહારમાં તાલીમ દરમિયાન વિમાન ટેક ઓફ થતાં જ થયું ક્રેશ

ભારતીય વાયુસેના (IAF)ના એક હળવા વિમાને શુક્રવારે બિહારના બોધગયામાં ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે તેમાં સવાર તાલીમાર્થી સહિત બે પાયલટ સુરક્ષિત છે. બે સીટર એરક્રાફ્ટ M-102 નો ઉપયોગ ગયા ખાતે એરફોર્સ સ્ટેશન દ્વારા પ્રશિક્ષણ હેતુઓ માટે કરવામાં આવે છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બિહારના ગયામાં ભારતીય આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીનું એક એરક્રાફ્ટ શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર બંને પાઈલટ સુરક્ષિત છે.

અધિકારીએ કહ્યું કે ત્યાં બે પાઈલટ હતા, જેમાંથી એક વિમાનમાં તાલીમ લઈ રહ્યો હતો, ત્યારે તકનીકી ખામી સર્જાઈ હતી. બંને પાયલોટ બોધગયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બગદાહા બેલી અહર ગામમાં કૃષિ વિસ્તારમાં વિમાનને લેન્ડ કરવામાં સફળ થયા. શુક્રવારે સવારે ઓટીએ ગ્રાઉન્ડમાં તાલીમ શરૂ થઈ હતી જ્યાંથી તેણે ટેક ઓફ કર્યું હતું.

ગયા શહેરના પોલીસ અધિક્ષક રાકેશ કુમારે ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાઈલટ સુરક્ષિત છે અને પ્લેનને કોઈ મોટું નુકસાન થયું નથી. એરફોર્સના અધિકારીઓ એરક્રાફ્ટને તેમના એરબેઝ પર લઈ ગયા છે.

ઘટના બાદ એરફોર્સના અધિકારીઓ ક્રેશ સ્થળ પર પહોંચ્યા અને વિમાનને હટાવ્યું હતું. ઇમરજન્સી લેન્ડિંગના કારણે ખેતરોમાં પાકને થયેલા નુકસાન માટે વળતરની માંગણી સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ સ્થળ પર એકઠા થયા હતા.

national news bihar indian army