હૈદરાબાદ હાઉસમાં Walk & Talk,પીએમ મોદીએ ઓબામા માટે બનાવી ચ્હા!

25 January, 2015 09:56 AM IST  | 

હૈદરાબાદ હાઉસમાં Walk & Talk,પીએમ મોદીએ ઓબામા માટે બનાવી ચ્હા!



હૈદરાબાદ,તા.25 જાન્યુઆરી

બરાક ઓબામા અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદમાં પરમાણુ કરાર પર સમજૂતી થઈ શકે છે.સૂત્રોનુ માનીએ તો બંને નેતાઓ એચ-1 વીઝાને લઈને મહત્વપૂર્ણ પગલા લઈ શકે છે.રક્ષા ક્ષેત્રે 10 વર્ષના એજન્ડા નક્કી થઈ શકે છે.ત્રણ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા પર સમજતી થવાની શકયતા છે.આ ઉપરાંત જળવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જન અંગે ચર્ચા થઈ શકે છે.આ ઉપરાંત આતંરિક સુરક્ષા મામલે પણ વાતચીત થવાની શકયતા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા હૈદરાબાદ હાઉસ પહોંચી ચૂક્યા છે.પીએમ મોદી અહીં અગાઉથી જ આવી ગયા હતા.મોદી અને ઓબામાની બેઠકમાં અનેક કરાર થવાની શકયતા છે.આજના દિવસની ઓબામા અને મોદીની આ ત્રીજી મુલાકાત છે.ઓબામાના લંચ માટે અનેક ભારતીય પકવાનોની વ્યવસ્થા કરવામાં આવી છે.


અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા આજે સવારે બે દિવસની ભારત મુલાકાત અર્થે આવી પહોંચ્યા છે.પાલમ એરપોર્ટ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ ઓબામાનુ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યુ હતુ.દિલ્હી પહોંચ્યા બાદ ઓબામાને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ.ઓબામાના સમ્માનમાં 21 તોપોની સાલમી આપવામાં આવી હતી.ઓબામાના આગમન બાદ અપાયેલા સન્માન સમયે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી,પીએમ મોદી અને કેન્દ્રીય કેબીનેટ પણ હાજર હતુ.ગોર્ડ ઓફ ઓનર બાદ ઓબામા રાજઘાટ માટે રવાના થયા હતા.રાજઘાટ ખાતે ઓબામાએ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપી હતી અને ત્યા પીપળાનુ વૃક્ષ વાવ્યુ હતુ.રાજઘાટ મુલાકાત બાદ અમેરિકી રાષ્ટ્રપતી બરાક ઓબામા હૈદરાબાદ હાઉસ માટે રવાના થયા હતા.