લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકો માટે મતદાન

24 June, 2022 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લોકસભાની આ ત્રણ બેઠકોમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ અને રામપુર, જ્યારે પંજાબમાં સંગરુરનો સમાવેશ થાય છે

અગરતલામાં ગઈ કાલે વિધાનસભાની પેટાચૂંટણીમાં એક મતદાન-કેન્દ્રમાં મત આપવા માટે લાઇનમાં ઊભા રહેલા મતદારો.

૬ રાજ્યોમાં લોકસભાની ત્રણ અને વિધાનસભાની સાત બેઠકો માટે ગઈ કાલે પેટાચૂંટણી યોજાઈ હતી, જેનાં પરિણામ રવિવારે જાહેર કરવામાં આવશે. લોકસભાની આ ત્રણ બેઠકોમાં ઉત્તર પ્રદેશમાં આઝમગઢ અને રામપુર, જ્યારે પંજાબમાં સંગરુરનો સમાવેશ થાય છે. જે વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે એમાં દિલ્હીની રાજિન્દર નગર, ઝારખંડની મંદર, આંધ્ર પ્રદેશની અતમાકુર અને ​ત્રિપુરામાં અગરતલા, બોર્ડોવાલી, સુરમા અને જુબરાજનગરનો સમાવેશ છે. દિલ્હીમાં રાજિન્દર નગરની પેટાચૂંટણીમાં ૪૩.૭૫ ટકા મતદાન થયું હતું. આઝમગઢ લોકસભાની બેઠક પર ૪૮.૫૮ ટકા મતદાન થયું હતું.

national news