વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી બે બાળક સહિત દસના મોત

07 May, 2020 02:12 PM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Online Correspondent

વિશાખાપટ્ટનમ: કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી બે બાળક સહિત દસના મોત

તસવીર સૌજન્ય: એએનઆઈ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા વેન્કટપુરમ ગામમાં આવેલ કેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ગેસ લીક થયો હતો. આ દુર્ઘટનામાં એક બાળક સહિત આઠ જણનું મોત થયું છે અને 5000 જેટલા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ થઈ રહી હોવાથી તેઓ બીમાર પડયા હોવાની માહિતિ મળી છે. આર એસ વેન્કટપુરમ ગામમાં એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીમાં કેમિકલ ગેસ લીકેજ થવાની ઘટના બની છે. આ ગેસ ત્રણ કિમી સુધી ફેલાયો હતો. હજી પણ ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

આ દુર્ઘટનમાં મૃત્યુઆંક ધીમે ધીમે વધી જ રહ્યો છે. અત્યાર સુધી બે બાળકો સહિત 10 જણનું મૃતયુ થયું છે.

જિલ્લા ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી (ડીએમએચઓ)એ જણાવ્યું કે, આર એસ વેન્કટપુરમ ગામ સ્થિત એલજી પોલિમર ઉદ્યોગમાં રસાયણિ ગેસ લીકેજ બાદ એક બાળક સહિત સાત લોકોનાં મોત થયા છે. મળતી માહિતિ મુજબ, એનડીઆએફ અને એસડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ અને તંત્રએ સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ કામ ચાલું કરી દીધું હતું. રેસક્યુ ટીમને લગભગ 50 લોકો રસ્તા પર બેભાન અવસ્થામાં મળ્યાં હતા.

રાહતકાર્ય હજી પણ ચાલુ જ છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 250 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર્દુઘટના પર પ્રતિક્રયા આપતાં કહ્યું હતુ કે, વિશાખાપટ્ટનમના સંબંધમાં એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી છે. તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા એન કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. તેમણે આ બાબતે ટ્વીટ પણ કર્યું હતું.

જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગેસ લીકેજની દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા તમામ લોકોને મદદ પુરી પાડવાનો આગ્રહ કર્યો હતો.

આસપાસના ગામો પ્રશાસને ખાલી કરાવ્યા હોવાની માહિતિ મળી છે. એટલું જ નહીં તપાસ માટે વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે.

અમિત શાહે પણ દુર્ઘટના વિષે ટ્વીટ કર્યું હતું.

વધુ તપાસ ચાલુ છે.

મળતી માહિતિ પ્રમાણે, વડાપ્રધાને મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે. અત્યાર સુધી 1500 લોકોને કાઢવામાં આવ્યા છે અને 500થી વધારે લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. જે લોકો ગંભીર રીતે બિમાર છે, તેમને વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી કરાવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 લોકોની હાલત ગંભીર છે. જેમાં મોટાભાગે વૃદ્ધ અને બાળકો છે. સરકારી હોસ્પિટલમાં લગભગ 150 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. ગોપાલપુરમની ખાનગી હોસ્પિટલમાં પણ લોકોને દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટનમાં મૃત્યુઆંક ધીમે ધીમે વધી જ રહ્યો છે. અત્યાર સુધી બે બાળકો સહિત 10 જણનું મૃતયુ થયું છે. રાહતના સમચારા એ પણ છે કે, એનડીઆરએફ દ્વારા કરવામાં આવેલા રાહત કાર્ય અને બચાવ અભિયાનમાં 27 લોકો સામેલ છે અને લગભગ 80 થી 90 ટકા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલ પ્રમાણે ગેસ લીક કઈ રીતે થયો તે વિશે કહેવાય છે કે, કોરોના વાયરસને કારણે આ ફેક્ટરી માર્ચ મહિનાથી બંધ હતી. તેને કારણે કેમિકલ રીએક્શન થયું છે. ગેસના 5000 ટનના બે ટેન્ક લીક થયા છે. કોની અંદરની ગરમીના કારણે ગેસનું ગળતર થયું છે.

andhra pradesh visakhapatnam