કોરોના વાઇરસ બે મહિનામાં નષ્ટ થઈ જશે: વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર જેકબ

19 January, 2021 02:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસ બે મહિનામાં નષ્ટ થઈ જશે: વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર જેકબ

પ્રતીકાત્મક તસવીર

જગવિખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર ટી. જેકબ જોને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસ હવે વધુમાં વધુ બે મહિનામાં નષ્ટ થઈ જશે. વાઇરસના નવા સ્ટ્રેન વિશે બોલતાં તેમણે કહ્યું કે બીજા સ્ટ્રેનના વાઇરસને સમજવા માટે આપણે પહેલાં તબક્કાના વાઇરસનો ઊંડો અભ્યાસ કરવો પડશે. જોકે નવા સ્ટ્રેનની વાત સાચી છે, એમ તેમણે કહ્યું હતું. વાઇરસનો નવો સ્ટ્રેન આવી ચૂક્યો છે એ તેમણે સ્વીકાર્યું હતું.

વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને ટોચના વાઇરોલૉજિસ્ટ ડૉક્ટર જેકબે કહ્યું કે કોવૅક્સિન બનાવવાની પદ્ધતિ અભૂતપૂર્વ છે. મારો અંગત અભિપ્રાય પૂછવામાં આવે તો હું કોવિશીલ્ડને બદલે કોવૅક્સિન લેવાનું વધુ પસંદ કરું. વિવાદના મુદ્દે તેમણે કહ્યું કે વિવાદથી નુકસાન કોને છે. લોકોને એ હકીકત ધ્યાનમાં રહેવી ઘટે.

coronavirus covid19 national news