નાગપુર પોલીસનું #couplechallenge તમે જોયું કે નહીં?

27 September, 2020 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નાગપુર પોલીસનું #couplechallenge તમે જોયું કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા એક એવુ માધ્યમ છે જ્યા દરેક વસ્તુ તરત વાયરલ થઈ જાય છે અને અનેક વસ્તુઓ ટ્રેન્ડ પણ કરતી હોય છે. તાજેતરમાં જ ફેસબુક (Facebook) પર કપલ ચેલેન્જ (#CoupleChallenge) ટ્રેન્ડ કરી રહી છે. આ ચેલેન્જ હેઠળ યુર્ઝસ પોતાના પાર્ટનર સાથેના અંગત ફોટો ફેસબુક પર અપલોડ કરી રહ્યાં છે.

પુણે પોલીસે ટ્વીટ કરીને યુર્ઝસને સાવચેત કર્યા હતા અને કહ્યું હતું કે, 'તમારા સાથી સાથેની તસવીર પોસ્ટ કરતા પહેલા અનેકવાર વિચારો. આપણે સાવધ નહીં રહીએતો આ ક્યૂટ ચેલેન્જનો ખોટી દિશામાં ઉપયોગ થઇ શકે છે'. ગુજરાતના ભરૂચ જીલ્લાની પોલીસે પણ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું છે કે, 'જેમ પાણીમાં તરતા ના આવડે તો ડૂબી જવાય છે, તે રીતે સોશ્યલ મીડિયામાં ચાલતા ખોટા ટ્રેન્ડમાં સમજ્યા વગર પડવાથી સાયબર ક્રાઈમનો ભોગ બની જવાય છે'.

પરંતુ નાગપુર પોલીસે યુનિટ સ્ટાઈલમાં એક ટ્વીટ શૅર કરીને બેસ્ટ કપલ ચેલેન્જની પોસ્ટ કરી છે. તેમણે માસ્ક અને વ્યક્તિને બેસ્ટ કપલ જણાવ્યા છે. આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે અને લોકોને પણ ખૂબ ગમી છે.

નાગપુર પોલીસની આ પોસ્ટને પણ લોકોએ મિમ્સથી જ રિપ્લાય આપ્યો હતો.

nagpur twitter