વિલાસરાવની તબિયત ગંભીર

08 August, 2012 02:54 AM IST  | 

વિલાસરાવની તબિયત ગંભીર

ગઈ કાલે તેમની તબિયત ક્રિટિકલ હતી એમ છતાં તેઓ દવાને રિસપૉન્સ આપતા હોવાને કારણે ડૉક્ટરોએ તેઓ સ્ટેબલ હોવાનું કહ્યું હતું. તેમને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. હૉસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આવતા એકાદ-બે દિવસમાં તેમના પર લિવર-ટ્રાન્સપ્લાન્ટની શસ્ત્રક્રિયા કરવામાં આવશે. તેમને જાણીતા લિવર-ટ્રાન્સપ્લાન્ટ સજ્ર્યન ડૉક્ટર મોહમ્મદ રેલાની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ ગઈ કાલે તેમની ખબર કાઢવા ચેન્નઈ જવાના હતા. એ વિશે તેમણે કહ્યું હતું કે મને વિલાસરાવ દેશમુખના વિધાનસભ્ય પુત્ર અમિતે ફોન પર કહ્યું હતું કે તેમની તબિયત સ્ટેબલ છે અને ડૉક્ટરો તેમને કોઈને મળવા નથી દેતા એટલે મેં ચેન્નઈ જવાનો પ્લાન પડતો મૂક્યો હતો.

 

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ