'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો

09 July, 2020 11:08 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

'કાનપુર કેસ' વિકાસ દુબેની ઉજ્જૈનમાં ધરપકડ, પણ અકડ જેમની તેમ, જુઓ વીડિયો

વિકાસ દુબે

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગયા અઠવાડિયે આઠ પોલીસ કર્મચારીઓને નિર્દયતાથી મારી નાખનાર આરોપી કુખ્યાત ગેન્ગસ્ટર વિકાર દુબેની ઉજ્જૈનમાં ધરપકડ કરવામાં આવી છે. વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયો હતો, ત્યારે જ એક ગાર્ડે તેને ઓળખી લીધો. જેના પછી ત્યાંની પોલીસ એક્શનમાં આવી અને તેની ધરપકડ કરી લીધી. કાનપુરના ચોબેપુરમાં ઘટનાને અંજામ આપીને ફરાર થયેલ વિકાસ પહેલા દિલ્હી-એનસીઆર પહોંચ્યો, પણ પોલીસના દબાણને કારણે તે ત્યાંથી ફરાર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પહોંચ્યો, જ્યાં તેની એમપી પોલીસે ધરપકડ કરી લીધી. તો ગુરુવારે સવારે પોલીસે બે એન્કાઉન્ટર કર્યા છે. એક કાનપુર અને બીજું ઇટાવામાં. જેમાં વિકાસ દુબેના બે સાથીઓને ઢેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આજે સવારે જ કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેના નજીકના રણબીર શુક્લા અને પ્રભાત મિશ્રાને પોલીસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યા છે. પ્રભાત મિશ્રાની પોલીસે ફરીદાબાદ હોટલમાંથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગી રહ્યો હતો. ત્યાર બાદ એન્કાઉન્ટરમાં પ્રભાતને મારી નાખવામાં આવ્યો. આ સિવાય ઇટાવામાં વિકાસ દુબેના અન્ય નજીકના સાથી રણબીર શુક્લાને મારી નાખવામાં આવ્યા છે.

પોલીસ પ્રમાણે, રણબીર શુક્લાએ મોડી રાતે મહેવા પાસેના હાઇવે પર સ્વિફ્ટ ડિઝાયર કારની લૂંટ કરી હતી. તેની સાથે અન્ય ત્રણ બદમાશ પણ હતા. પોલીસને લૂંટના સમાચાર મળતાં જ પોલીસે ચારેયને સિવિલ લાઇન થાણેના કાચુરા રોડ પર ઘેરી લીધા. પોલીસ અને રણબીર શુક્લા વચ્ચે ફાઇરિંગ શરૂ થઈ. અને તે દરમિયાન જ રણબીર શુક્લા માર્યો ગયો. તેના ત્રણે સાથી નાસી છૂટવામાં સફળ રહ્યા. ઇટાવા પોલીસે આસ-પાસના જિલ્લાને અલર્ટ કરી દીધા છે. રણબીર શુક્કલા પર પોલીસે પચાર હજારનું ઇનામ રાખ્યું હતું. તે પણ કાનપુર શૂટઆઉટનો એક આરોપી હતો.

સમાચાર એજન્સી એએનઆઇએ શેર કરેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે વિકાસ દુબેની પોલીસે ધરપકડ કરી છે ત્યારે પણ તેની અકડ જેમની તેમ જોવા મળે છે તેણે કહ્યું કે 'મેં વિકાસ દુબે હું, કાનપુરવાલા'

crime branch Crime News ujjain madhya pradesh kanpur