વિકાસ દુબેનો વીડિયો અને ઑડિયો વાયરલ, બે ભાજપ વિધેયકોના નામ

06 July, 2020 06:05 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિકાસ દુબેનો વીડિયો અને ઑડિયો વાયરલ, બે ભાજપ વિધેયકોના નામ

વિકાસ દુબે

ચોબેપુરના બિકરૂમાં સીઓ સહિત આઠ પોલીસ જવાનોની હત્યામાં સામેલ રહેલા મોસ્ટવૉન્ટેડ વિકાસ દુબેનો વીડિયો અને ઑડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બે વિધેયકોના નામ લીધા છે. જો કે આ વીડિયો ખૂબ જ જૂનો છે એવું કહેવામાં આવી રહ્યું છે પણ ઑડિયોને લઈને સંદેહ જળવાયેલું છે. ટીવી ચેનલ પર વીડિયો અને ઑડિયો પ્રસારિત થયા પછી બન્ને વિધેયકોએ પણ પોતાનો મત રજૂ કર્યો છે. એક વિધેયકે વિકાસ સાથે કોઇપણ સંબંધ ન હોવાને અને ક્યારેય ન મળવાની વાત કહી છે, તો બીજા વિધેયકે આવા વીડિયોની તપાસ કરાવવા અને મામલો ઉપર સુધી રાખવા લઈ જવાનું નિવેદન આપ્યું છે.

અઢી લાખના ઇનામી મોસ્ટ વૉન્ટેડ વિકાસ દુબેને યૂપી પોલીસ સિવાય મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પોલીસ પણ શોધમાં લાગેલી છે. આ બધામાં સોમવારની સવારે વિકાસ દુબેનો એક વીડિયો અને ઑડિયો વાયરલ થયો તો સનસની ફેલાઇ ગઈ. એક ટીવી ચેનલ પર વીડિયો પ્રસારણ થવા પર વીડિયો વર્ષ 2017નો કહેવામાં આવી રહ્યો છે. વીડિયો અને ઑડિયોમાં વિકાસ દુબેએ બે રાજનેતાઓના નામની કબૂલાત કરી છે. વીડિયોમાં વિકાસે તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના સમયમાં ભાજપ વિધેયક અભિજીત સિંહ સાંગા અને બિલ્હૌર વિધાનસભાથી ભાજપ વિધેયક ભગવતી પ્રસાદ સાગરનું નામ લીધું છે. ભાજપ નેતાઓના નામ સામે આવવાનો કારણે રાજકારણ ગરમાયું છે, બન્ને નેતાઓએ સંબંધિત ટીવી ચેનલ પર આવીને પોતાનો પક્ષ રજૂ કરતાં વિકાસ દુબે સાથેના સંબંધો નકાર્યા છે.

જાણો શું કહ્યું વિધેયક
-મારો ન તો ક્યારેય તેની સાથે સંબંધ હતો અને ન તો ક્યારેય હું તેને મળ્યો છું. તે અપરાધી છે અને સત્તાનું સંરક્ષણ લેવા માટે આ રીતે નામ લેતો રહે છે, તે આમ જ ખોટું બોલે છે. અમારો ક્યારેય કોઇ સંબંધ નથી રહ્યો. - અભિજીત સિંહ સાંગા, ભાજપા વિધેયક બિઠૂર

- વીડિયોમાં તે તદ્દન ખોટું બોલી રહ્યો છે, અમે ક્યારેય કોઇપણ અપરાધીની મદદ નથી કરી અને ન તો તેની માટે ક્યારેય ઉભા રહ્યા છીએ. તે ખોટાં અને પાયાવિહોણા આરોપ મૂકી રહ્યો છે, આ વીડિયોની પણ તપાસ થવી જોઇએ. - ભગવતી પ્રસાદ સાગર, ભાજપા વિધેયક બિલ્હૌર

કાનપુર એન્કાઉન્ટરઃ પોલીસને મોટી સફળતા, વિકાસ દુબેનો સાથી દયાશંકર ઝડપાયો

કાનપુર પોલીસે બિકરુ ગામમાં પોલીસ ટીમ પર હુમલો કરનારા ગૅન્ગસ્ટર વિકાસ દુબેના સાથીદાર દયાશંકર અગ્નિહોત્રીની ધરપકડ કરી છે. કાનપુર પોલીસ અને દયાશંકર વચ્ચે આજે વહેલી સવારે ૪.૪૦ કલાકે કલ્યાણપુર થાણા ક્ષેત્રમાં અથડામણ થઈ હતી જેમાં દયાશંકરને પગમાં ગોળી વાગી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે દયાશંકર અગ્નિહોત્રીના માથે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું હતું.
પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે જવાહરપૂરમ ક્ષેત્રમાં અથડામણ થઈ હતી અને આ વ્યક્તિના માથે ઉત્તર પ્રદેશ પોલીસે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ ઘોષિત કરેલું હતું. અથડામણ બાદ પોલીસે દયાશંકરની પ્રાથમિક સારવાર કરાવી છે અને તેની પૂછપરછ માટેના પ્રયત્નો ચાલુ છે. પોલીસ દયાશંકર પાસેથી તેમની ટીમ પર હુમલો થયો તે સમયની અનેક મહત્ત્વની જાણકારી મેળવી શકે તેમ છે.

national news Crime News