અમરિન્દર સિંહની પૌત્રીનાં લગ્નમાં અબદુલ્લાના ડાન્સનો વિડિયો વાઇરલ

06 March, 2021 01:09 PM IST  |  New Delhi | Agencies

અમરિન્દર સિંહની પૌત્રીનાં લગ્નમાં અબદુલ્લાના ડાન્સનો વિડિયો વાઇરલ

અમરિન્દર સિંહની પૌત્રીનાં લગ્નમાં અબદુલ્લાના ડાન્સનો વિડિયો વાઇરલ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નૅશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લા આમ તો રાજકીય નિવેદનોને કારણે હંમેશાં ચર્ચા રહે છે, પરંતુ દિલ્હીમાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો. પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહની પૌત્રીનાં લગ્નમાં ફારુકે ફિલ્મી ગીત પર જોરદાર ઠૂમકા લગાવ્યા હતા. નાચતાં-નાચતાં ફારુક કૅપ્ટનનો પણ હાથ પકડીને લાવ્યા અને તેમની સાથે ડાન્સ કરવા લાગ્યા. ફારુકના ડાન્સનો આ વિડિયો સોશ્યયલ મીડિયા પર ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે. પંજાબના સીએમ કૅપ્ટન અમરિન્દર સિંહની પૌત્રી સહરઇન્દ્ર કૌરનાં લગ્ન ગયા રવિવારે નવી દિલ્હીમાં થયાં હતાં.

national news