VHPના અશોક સિંઘલે મુસ્લિમો-ઈસાઈઓને યુદ્ધખોર પ્રજા ગણાવી

22 December, 2014 06:01 AM IST  | 

VHPના અશોક સિંઘલે મુસ્લિમો-ઈસાઈઓને યુદ્ધખોર પ્રજા ગણાવી



સિંઘલે મુસ્લિમો અને ઈસાઈઓને યુદ્ધખોર પ્રજા ગણાવી હતી તો ભાગવતે હિન્દુ રાષ્ટ્ર ભારતનો મંત્ર આપ્યો છે. આવી બયાનબાજીથી સંસદમાં કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીઓ વધી ગયા બાદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવાની ધમકી ઉચ્ચારી હોવાના સમાચારો છતાં બેફામ બયાનબાજી બંધ થતી જ નથી. એક ટીવીચૅનલના ઇન્ટરવ્યુમાં કેટલાંક વિવાદાસ્પદ વિધાન કયાર઼્ હતાં. આવો જોઈએ અશોક સિંઘલે શું કહ્યું.

યુદ્ધનાં કારણો

મુસ્લિમો અને ઈસાઈઓ વિશ્વયુદ્ધના ખેલાડીઓ છે, પરંતુ હિન્દુઓ તેમનાથી અલગ છે. દુનિયામાં એવી હાલત છે કે વિશ્વયુદ્ધ ટળી શકે એમ નથી. હાલમાં દુનિયા ઇસ્લામિક આતંકવાદના પડછાયામાં છે અને એવું લાગે છે કે વિશ્વયુદ્ધ નજર સામે જ છે.

ઘર વાપસી

વિશ્વ હિન્દુ પરિષદનો આ કાર્યક્રમ ધર્માંતરણ માટેનો નથી, પરંતુ અમે લોકોનાં દિલ જીતવા નીકળ્યા છીએ. 

સરકાર હિન્દુ રક્ષક છે


છેલ્લાં કેટલાંક વર્ષોથી કેન્દ્રની સરકારોએ ધર્મ અને સંસ્કૃતિને ગુલામ બનાવી રાખ્યાં હતાં, પરંતુ હવે કેન્દ્રમાં સત્તાધારી સરકાર હિન્દુઓની રક્ષા કરનારી છે.

મોહન ભાગવત પણ મેદાનમાં?

કલકત્તામાં VHPના સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ધર્માંતરણ માટેના ‘ઘર વાપસી’ પ્રોગ્રામને ટેકો જાહેર કરતાં કહ્યું હતું કે ‘સંગઠન માર્ગ ભૂલેલા લોકોને ઘરે પાછા લાવશે અને હાલની યુવા પેઢી વૃદ્ધ થાય એ પહેલાં જોતજોતામાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર થઈ જશે. હિન્દુ સમાજ હવે જાગી ગયો છે અને કોઈને ડરવાની જરૂર નથી.’