દિગ્ગજ નૃત્ય ઈતિહાસકાર સુનિલ કોઠારીનું 87 વર્ષે હાર્ટ એટેકથી નિધન

27 December, 2020 03:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિગ્ગજ નૃત્ય ઈતિહાસકાર સુનિલ કોઠારીનું 87 વર્ષે હાર્ટ એટેકથી નિધન

સુનિલ કોઠારી

પદ્મશ્રી એવૉર્ડથી સન્માનિત દિગ્ગજ નૃત્ય ઈતિહાસકાર સુનિલ કોઠારીનું નિધન થયું છે. 87 વર્ષીય સુનિલ કોઠારીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આજે સવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. ગયા મહિના સુનિલ કોઠારીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. સુનિલ કોઠારીના પરિવારના સભ્ય અને ડાન્સર વિધા લાલે સુનિલ કોઠારીના નિધનના અહેવાલની પુષ્ટિ કરી હતી અને તેમણે જ જણાવ્યું કે એક મહિના પહેલા તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો અન તેમની તબિયત સારી પણ નહોતી. એશિયન ગેમ્સ વિલેજ સ્થિત તેમના નિવાસ સ્થાને તેઓ હતા, ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

સુનિલ કોઠારીનો જન્મ 20 ડિસેમ્બર 1933ના મુંબઈમાં થયો હતો. તેઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો હતો. પરંતુ બાદ તેમણે ભારતીય ડાનસ ફૉર્મનો અભ્યાસ કરવા લાગ્યા. તેમણે 20થી વધુ પુસ્તકો લખી હતી. આસામના નૃત્ય, ભારતીય ડાન્સ, ભરતનાટ્યમ, ઓડિશી, છકુ, કથક, કુચિપુડી, ફોટો બાયોગ્રાફી આ ઉપરાંત ઉદય શંકર અને રુકમણી દેવી અરુંદલે પર આધારિત છે.

સુનિલ કોઠારીએ ઘણા સન્માન અને એવોર્ડે્સ જીતીને પોતાના નામે કર્યા છે. તેમણે સંગીત નાટક એકેડમી, ગુજરાત સંગીત નાટક એકેડમી તરફથી ગૌરવ પુરસ્કાર, 2001માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવૉર્ડ, ન્યૂ-યૉર્કની ડાન્સ ક્રિટિક અસોસિએશન દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવૉર્ડ એનાયત કરાયો છે.

mumbai news new delhi national news