Breaking: બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, ઘણાં સમયથી હતા બીમાર

15 November, 2020 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Breaking: બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું નિધન, ઘણાં સમયથી હતા બીમાર

સૌમિત્ર ચેટર્જી

જાણીતા બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીના સ્વાસ્થ્યની સ્થિતિ શુક્રવારે વધું ગંભીર હતી અને આજે રવિવારે તેમણે 12.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. એક ખાનગી હૉસ્પિટલમાં લગભગ એક મહિનાથી તેમની સારવાર દરમિયાન એક ડૉક્ટરે જણાવ્યું હતું કે 85 વર્ષીય અભિનેતાની સ્થિતિ સ્વસ્થ નથી. હકીકતે તેમની હાલત વધુ ગંભીર હતી અને આજે તેમનું હૉસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી.

સૌમિત્ર ચેટર્જીને કોરોના સંક્રમિત થયા પછી છેલ્લે છ ઑક્ટોબરના કોલકાતાના બેલ વ્યૂ ક્લિનિકલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 20થી વધારે દિવસથી તે આઇસીયૂમાં હતા અને 26 ઑક્ટોબરથી તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા હતા.

સૌમિત્ર ચેટર્જીના નિધનતી દુઃખી થયા ચાહકો
સૌમિત્ર ચેટર્જીના નિધનને કારણે તેમના ચાહકો અને સેલેબ્સને આંચકો લાગ્યો. સોશિયલ મીડિયા પર સૌમિત્ર ચેટર્જીને યાદ કરીને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવવાનું કે સૌમિત્ર ચેટર્જીને કોરોના પૉઝિટીવ આવ્યા પછી 6 ઑક્ટોબરના હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. કોરાનાથી તે સ્વસ્થ થઈ ગયા હતા. પણ કોવિડ એન્સેફેલોપેથીને કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડ્યો હતો.

સારવારને રિસ્પૉન્ડ નહોતા કરતાં સૌમિત્ર
ન્યૂરોલૉજી, નેફ્રોલૉજી, કાર્ડિયોલૉજી, ક્રિટિકલ કેયર મેડિસિનના વિશેષજ્ઞોની એક મોટી ટીમ છેલ્લા 40 દિવસમાં સૌમિત્ર ચેટર્જીને સ્વાસ્થ્યને ફરી પાટે ચડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ કોઇપણ પ્રયત્ન સફળ થતા નહોતા.

કોણ હતા સૌમિત્ર ચેટર્જી?
સૌમિત્ર ચેટર્જી બાંગ્લા સિનેમાની મોટી હસ્તી હતા. તેમણે 1959માં ફિલ્મ 'અપુર સંસાર'થી પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. સૌમિત્રએ ઑસ્કર વિનિંગ ડાયરેક્ટર સત્યજીત રે સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું હતું. સૌમિત્ર પહેલા ભારતીય હતા જેમને કોઇક કલાકારને આપવામાં આવતો ફ્રાન્સનો સૌથી મોટો એવૉર્ડ Ordre des Arts et des Lettres આપવામાં આવ્યો હતો. તે દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને 3 વાર નેશનલ એવૉર્ડ મળ્યો હતો. આ સિવાય તે સંગીત નાટક એકેડમી અવૉર્ડ, 7 ફિલ્મફેર અવૉર્ડ સાથે પદ્મભૂષણથી સન્માનિત થયા હતા.

national news entertainment news bollywood