શાકભાજી વેચતી મહિલા બોલે છે કડકડાટ અંગ્રેજી, જુઓ વીડિયો

25 July, 2020 12:21 PM IST  |  Indore | Gujarati Mid-day Online Correspondent

શાકભાજી વેચતી મહિલા બોલે છે કડકડાટ અંગ્રેજી, જુઓ વીડિયો

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

લોકોના મનમાં એવી ધારણા છે કે, શાકભાજી વેચતા ફેરિયાઓ અંગ્રેજી નથી જાણતા હોતા. પણ આ વાત તદ્દન ખોટી પાડી છે ઈન્દોરમાં શાકભાજી વેચતી એક મહિલાએ. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર શાકભાજી વેચતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. જે કડકડાટ અંગ્રેજી બોલે છે. શાકભાજીની લારી હટાવવા આવેલા અધિકારીઓને અંગ્રેજીમાં ખખડાવતી આ મહિલાએ પોતે દાવો કર્યો છે કે તેને પીએચડી કરી છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે.

ઈન્દોરના માલવા મિલ ચાર રસ્તા વિસ્તારમાં શાકભાજી વેચતી મહિલા ડૉક્ટર રાયસા અંસારીએ શાકભાજીની લારીઓ હટાવવા બાબતે નિગમના અધિકારીઓનો વિરોધ કર્યો છે. જેનો વીડિયો વાયરલ થયો છે. અંગ્રેજીમાં તેણે અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે, નિગમના અધિકારીઓ શાકભાજી વેચતા લોકોને કઈ રીતે પરેશાન કરે છે. શાકભાજી વેચતી મહિલા આટલું કડકડાટ અંગ્રેજી બોલે છે તે જોઈને સહુ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે, અમે અહીં 65 વર્ષથી ફળ અને શાકભાજીનો ધંધો કરી રહ્યા છીએ. અચાનક આવીને કોઈ પણ અમને ભગાવી દે છે. વારંવાર કહે છે કે અહિયાંથી જાઓ. દરેક ફળ અને શાકભાજી વિક્રેતાના પરિવારમાં 25 થી 27 લોકો છે. તેમને કેવી રીતે ખવડાવવું? ઘણા દિવસોથી પાણી પીને સુઈ જઈએ છે. કોઈ આવક થઈ રહી નથી. શું કરીએ? અમે લોકો શું કરીએ? શું વડાપ્રધાન અથવા કલેક્ટરના ઘરે જઈને મરી જઈએ? જ્યારે મહિલાને પુછવામાં આવ્યું કે, તમે કોઈ સારી નોકરી કેમ નથી કરતા તો તેણે જવાબ આપ્યો હતો કે, પહેલો સવાલ છે કે કોણ કામ આપશે. કારણ કે મારું નામ રાયસા અંસારી છે. મુસ્લિમોમાંથી કોરોના ઉત્પન્ન થયા છે તે ધારણા બની ગઈ છે.

એટલું જ નહીં, મહિલાએ દાવો કર્યો છે કે તેણે ઈન્દોરની દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી મટિરયલ સાયન્સમાં પીએચડી કરી છે.

coronavirus covid19 indore viral videos