વસુંધરા રાજે સિંધિયાના નેતૃત્વ હેઠળ રાજસ્થાનમાં બીજેપી ઇલેક્શન લડશે

03 February, 2013 05:14 AM IST  | 

વસુંધરા રાજે સિંધિયાના નેતૃત્વ હેઠળ રાજસ્થાનમાં બીજેપી ઇલેક્શન લડશે


ગઈ કાલે બીજેપી પ્રેસિડન્ટ રાજનાથ સિંહે આ જાહેરાત કરી હતી. વસુંધરા રાજે સિંધિયાએ કહ્યું હતું કે ‘બીજેપી એક પરિવાર સમાન છે અને હું આ નર્ણિયનું સ્વાગત કરું છું. હવે પક્ષને રાજસ્થાનમાં વધુ મજબૂત કરવામાં આવશે.’

નવી દિલ્હીમાં શુક્રવારે બીજેપી કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં વસુંધરા રાજે સિંધિયાના નામ બાબતે ચર્ચા થઈ હતી. રાજસ્થાનના વરિષ્ઠ બીજેપી નેતા ગુલાબચંદ કટારિયાની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.