લલીત મોદી કેસઃ વસુંધરાએ પેપર પર સિગ્નેચરની વાત સ્વિકારી

25 June, 2015 11:13 AM IST  | 

લલીત મોદી કેસઃ વસુંધરાએ પેપર પર સિગ્નેચરની વાત સ્વિકારી



નવી દિલ્હી, તા. 25 જૂન


જ્યારે, બીજેપીના સૂત્રો એવુ કહી રહ્યા છે કે પાર્ટી હાલ વસુંધરાને રાજસ્થાનનુ મુખ્યમંત્રી પદ છોડવા નહી કહે. જ્યારે એ વાત પણ ચર્ચાઈ રહી છે કે પાર્ટી આ મુદ્દે એવુ કહેશે કે વસુંધરાએ આ સિગ્નેચર અંગત રીતે કર્યા હતા નહી કે રાજસ્થાનમાં વિપક્ષના નેતા પદની વગથી.

બીજેપી વસુંધરા રાજેના મામલે પોતાની રીતે પણ તપાસ કરાવશે. બીજેપીના દસ્તાવેજો સાથે છેડછાડ થયાની આશંકા છે, માટે તપાસ બાદ જ પાર્ટી વસુંધરા પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ઈમીગ્રેશનના મામલે જયારે લલીત મોદીને સાક્ષીઓની જરૂરત હતી ત્યારે વસુંધરા રાજેએ સાક્ષીના રૂપમાં એક એફિડેવિટ આપી હતી. જેને કારણે જ વસુંધરા રાજે મુસીબતમાં મુકાયા છે. લલીત મોદીએ પોતે જ કહ્યુ છે કે વર્ષ 2011માં જ્યારે તે બ્રિટનમાં પ્રવાસ લંબાવવા ઈચ્છતો હતો ત્યારે રાજેએ આ બાબત ગોપનીય રાખવાની શરતે તેની ઈમીગ્રેશન અરજી પર સમર્થન કર્યુ હતુ.

2010માં લલીત મોદી, ભારતથી લંડન ચાલી ગયા ત્યારે તેના પર ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગનો આરોપ હતો. આ તમામ આરોપ તેના પર આઈપીએલના ચેરમેન પદે હતો ત્યારે લાગ્યા હતા. તેની ઉપર લાગેલા આરોપો અંગે જવાબ આપવા પર ભારત આવવાનો તેણે ઈન્કાર કરી દીધો હતો, કારણ કે તેના જીવને અંડરવર્લ્ડનો ખતરો હતો.