કાશી મહાકાલ એક્સપ્રેસમાં એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખાઈ

18 February, 2020 11:58 AM IST  |  Varanasi

કાશી મહાકાલ એક્સપ્રેસમાં એક સીટ ભગવાન શિવ માટે રિઝર્વ રાખાઈ

કાશી મહાકાલ એક્સપ્રેસ

ઉત્તર પ્રદેશના કાશી અને મધ્ય પ્રદેશના ઉજ્જૈન, ઓંકારેશ્વર જ્યોર્તિલિંગ તીર્થ સ્થળોને જોડનારી આઇઆરસીટીસીની પ્રાઇવેટ ટ્રેન કાશી-મહાકાલ એક્સપ્રેસમાં ભગવાન શિવ માટે એક સીટ રિઝર્વ રાખવામાં આવી છે. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારના કહેવા મુજબ ટ્રેનના કોચ બી-૫માં સીટ નંબર ૬૪ને ભગવાન શિવ ભોલે બાબા માટે રિઝર્વ રાખવામાં આવી છે. લોકોને આ વાત ધ્યાનમાં રહે તે માટે આ સીટ પર મંદિર સજાવીને મૂકવામાં આવ્યું છે. આ મામલે સ્પષ્ટતા કરતાં આઇઆરસીટીસીએ કહ્યું હતું કે કાશી મહાકાલ એક્સપ્રેસના સ્ટાફે તાત્પૂરતી જ વ્યવસ્થા કરી હતી જેથી આ નવા પ્રોજેક્ટ માટે ઇશ્વરના આશીર્વાદ મળી રહે. આ વ્યવસ્થા કાયમી નથી.

આ પહેલી વાર બન્યું છે કે કોઈ એક ભગવાન માટે કોઈ સીટ રિઝર્વ રાખવામાં આવી હોય. ટ્રેનમાં ભક્તિસંગીત વાગતું રહેશે. કુલ ૧૦૮૦ સીટવાળી આ ટ્રેનમાં પ્રત્યેક કોચમાં બે ખાનગી ગાર્ડ અને પાંચ સિક્યૉરિટી ગાર્ડ રહેશે અને માત્ર શાકાહારી ભોજન મળી શકશે. ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટ્રેનને રવિવારે વડા પ્રધાન મોદીએ વારાણસીમાં વિડિયો લિન્ક દ્વારા લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી.

દેશની ત્રીજી ખાનગી આ ટ્રેનમાં ક્રૂ મેમ્બર મહિલાઓ નહીં હોય. પ્રત્યેક બોગીમાં ચા-કૉફીનાં વેન્ડિંગ મશીન હશે, જેના માટે પૈસા ચૂકવવા નહીં પડે. ટ્રેનનું ઓછામાં ઓછું ભાડું ૧૬૨૯ રૂપિયા હશે. અઠવાડિયામાં બે વખત મંગળવાર અને ગુરુવારે આ ટ્રેન વારાણસીથી ઉપડશે.

ટ્રેનનું ભાડું ડાયનામિક રહેશે, મતલબ કે ૭૦ ટકા સીટ ભરાઈ ગયા પછી ટ્રેનની ટિકિટના ભાડાંમાં ૧૦ ટકાનો અને ૯૦ ટકા સીટ ભરાઈ ગયા પછી ૨૦ ટકાનો વધારો થશે. પ્રત્યેક પ્રવાસીનો ૧૦ લાખ રૂપિયા સુધીનો વીમો હશે.

રેલવેનું આ પગલું સંવિધાનના આત્મા કહેવાતા પ્રસ્તાવનાની વિરુદ્ધઃ ઓવૈસી

ઓવૈસીએ આ ટ્‌વીટ દ્વારા ઇશારા ઇશારામાં ટ્રેનની એક સીટને શિવમંદિરમાં બદલાવા પર આપત્તિ વ્યકત કરાઈ. એઆઇએમઆઇએમ ચીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ વાતની કોશિષ કરી કે સંવિધાન આ વાતને જાહેર કરે છે કે ભારત એક સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને ગણતંત્ર રાષ્ટ્ર છે. રેલવેનું આ પગલું ‘સંવિધાનના આત્મા’ કહેવાતા પ્રસ્તાવનાની વિરુદ્ધ છે.

varanasi national news asaduddin owaisi