27 November, 2023 10:18 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
વંદે ભારત ટ્રેનની ફાઇલ તસવીર
ભારતની સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત (Vande Bharat Train) પર અનેકવાર પથ્થરમારાની ઘટના સામે આવતી હોય છે. ફરી એકવાર ઓડિશામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભુવનેશ્વર-રૌરકેલા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નંબર 20835)ને ભુવનેશ્વર-સંબલપુર રેલવે લાઇનના ઢેંકનાલ-અંગુલ રેલવે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરબાજો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. પથ્થરમારાને કારણે એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશામાં ધેનકાનાલ-અંગુલ રેલ્વે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Train)ના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને ખૂબ જ નુકસાન થયું છે. આ પહેલીવારની ઘટના નથી કે જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આ રીતે નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ ઘટનાઓ બની રહી છે. જો કે, હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી.
ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી
ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ઈસીઓઆર) જાહેર જનતાને અને ખાસ કરીને રેલ્વે લાઈનોની નજીક રહેતા લોકોને ટ્રેનો પર પથ્થરમારો ન કરવા માટે જાગૃત કરવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. આ ઘટનાઓ મુસાફરોને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પર પથ્થરમારાની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ECORની બંને સુરક્ષા શાખાઓ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. જો કે, ભારતીય રેલ્વે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તેને રોકવાના પ્રયાસો થતાં હોવા છતાં આ રીતે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સતત બનતી રહે છે.
પોલીસ દ્વારા આરોપીઓની શોધ શરૂ
સ્થાનિક પોલીસની સાથે ECoRની બંને સુરક્ષા શાખાઓ ગુનેગારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Train)ને નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાંથી પણ આવી જ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જો કે, હજુ સુધી કોઈ પણ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને નુકસાન થયું નથી.
મળતી માહિતી મુજબ ECoRની બંને સુરક્ષા શાખાઓ સ્થાનિક પોલીસ દ્વારા પથ્થરબાજોને શોધવામાં લાગેલી છે. હવે વહેલમાં વહેલી તકે આરોપી પકડાઈ જાય તેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અને આરોપીઓને કડક સજા કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.