ભટિન્ડામાં બીજેપીના કાર્યક્રમ સ્થળે ખેડૂતો દ્વારા તોડફોડ

26 December, 2020 03:58 PM IST  |  Bhatinda | Gujarati Mid-day Correspondent

ભટિન્ડામાં બીજેપીના કાર્યક્રમ સ્થળે ખેડૂતો દ્વારા તોડફોડ

શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે બીજેપી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમના સ્થળે ખેડૂતોનું એક જૂથ ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી, જેને કારણે પક્ષના પાંચ કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. જોકે સ્થળ પર હાજર કેટલાક ખેડૂતોએ દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ ખેડૂતો નહીં, પણ અસામાજિક તત્ત્વો જવાબદાર હતા.

અમરિક સિંઘ રોડ ખાતેના કાર્યક્રમના સ્થળે કેટલાક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળી રહ્યા હતા ત્યારે ખેડૂતોનું એક જૂથ સૂત્રોચ્ચાર કરતું ત્યાં જઈ પહોંચ્યું હતું અને ત્યાં ધાંધલ-ધમાલ મચાવી હતી. તેમણે ખુરશીઓ અને એલઇડી સિસ્ટમ તોડી નાખી હતી, તેમ પોલીસે જણાવ્યું હતું.

મહિલાઓ, બાળકો અને વડીલો સલામતી માટે નજીકની દુકાનોમાં જતાં રહ્યાં હતાં. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થિતિ થાળે પાડવા હળવો લાઠીચાર્જ કર્યો હતો.

national news punjab