લાઈસન્સ, રજિસ્ટ્રેશનના દસ્તાવેજોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારાઈ

11 June, 2020 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લાઈસન્સ, રજિસ્ટ્રેશનના દસ્તાવેજોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારાઈ

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારીને રોકવા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દરમ્યાન ઘણા લોકોનાં વાહનોના દસ્તાવેજો જેવા કે લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ્સની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા એક્સ્પાયર થઈ રહેલાં લાઇસન્સ, રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. લૉકડાઉન સમયે આ દસ્તાવેજો રિન્યુ કરી શકાયાં ન હોવાથી કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીતિન ગડકરીની આ જાહેરાત બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને વાહનોના દસ્તાવેજોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરવામાં આવી છે.

coronavirus covid19 lockdown national news regional transport office