માર્ચથી ૫૦થી વધુ વયના લોકોને અપાશે રસી: હર્ષવર્ધન

07 February, 2021 01:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માર્ચથી ૫૦થી વધુ વયના લોકોને અપાશે રસી: હર્ષવર્ધન

આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધન

કોરોના વૅક્સિનેશનનો ત્રીજો અને મુખ્ય તબક્કો માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં શરૂ કરવાની શક્યતા કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને દર્શાવી હતી. ગઈ કાલે લોકસભામાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે ‘વૅક્સિનેશન ડ્રાઇવના ત્રીજા તબક્કામાં દેશમાં ૫૦ વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓને કોરોના પ્રતિકારક રસી આપવામાં આવશે. બીજી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા વૅક્સિનેશન ડ્રાઇવના બીજા તબક્કામાં બે લાખ જેટલા હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. એક કરોડ હેલ્થ ઍન્ડ ફ્રન્ટલાઇન વર્કર્સને આવરી લેવા માટે ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી વૅક્સિનેશન ડ્રાઇવ સહજ રૂપે આગળ વધી રહી છે.’

national news coronavirus covid19