વૅક્સિનેટેડ લોકોને નવેમ્બરથી અમેરિકામાં મ‍ળશે એન્ટ્રી

14 October, 2021 10:57 AM IST  |  Washington | Agency

બિનઆવશ્યક પ્રવાસ-પર્યટન કે કોઈ પણ કારણથી આવતા લોકો માટે નવેમ્બરથી સરહદો ખુલ્લી મુકાશે. જોકે અમેરિકાપ્રવેશ મેળવવા ઇચ્છતા લોકો માટે રસીકરણ ફરજિયાત રહેશે.

વૅક્સિનેટેડ લોકોને નવેમ્બરથી અમેરિકામાં મ‍ળશે એન્ટ્રી

નવેમ્બર મહિનાથી અમેરિકા કોવિડને લીધે ૧૯ મહિનાથી બંધ રહેલી જમીની સરહદોને ખુલ્લી મૂકવાનું છે. બિનઆવશ્યક પ્રવાસ-પર્યટન કે કોઈ પણ કારણથી આવતા લોકો માટે નવેમ્બરથી સરહદો ખુલ્લી મુકાશે. જોકે અમેરિકાપ્રવેશ મેળવવા ઇચ્છતા લોકો માટે રસીકરણ ફરજિયાત રહેશે.
કોરોનાની શરૂઆતથી જ અમેરિકા-કૅનેડા-મેક્સિકો વચ્ચે વાહનવ્યવહાર, રેલવ્યવહાર અને ફેરી-ટ્રાવેલ અત્યંત મર્યાદિત કરી દેવામાં આવ્યા હતા. માત્ર આવશ્યક વેપારસંબંધિત વ્યવહાર જ ચાલુ રાખવામાં આવ્યો હતો. બુધવારે જાહેર કરવામાં આવેલી નવી સૂચના પ્રમાણે નવેમ્બરથી બન્ને ડોઝ લેનારા વિદેશીઓને ગમેતે કારણસર જમીની સરહદમાંથી પ્રવેશ આપવામાં આવશે. એ જ રીતે વિમાની પ્રવાસમાં પણ વહેલી તકે રસી મેળવી લેનારા લોકો માટે છૂટ મળવાની શક્યતા વર્તાઈ રહી છે. જાન્યુઆરી સુધીમાં ટ્રક-ડ્રાઇવર સહિતના તમામ માટે રસીકરણ ફરજિયાત કરી દેવામાં આવશે.

washington national news international news united states of america