કેટલા મચ્છર મર્યા તે ગણું કે આરામથી ઉંઘુ? - વિ.કે. સિંઘ

06 March, 2019 04:36 PM IST  | 

કેટલા મચ્છર મર્યા તે ગણું કે આરામથી ઉંઘુ? - વિ.કે. સિંઘ

વિપક્ષ પર પ્રહાર

સર્જિકલ સ્ટ્રાઈક 2 પછી વિપક્ષ દ્વારા સરકાર પાસેથી હુમલાના સબુતો માગવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને કોંગ્રેસથી લઈને અન્ય તમામ વિપક્ષી દળ દ્વારા સરકારને પુછવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓના મોત થયા છે. જો કે મોદી સરકાર તરફથી કોઈ આધિકારિક આંકડો જાહેર કરાયો નથી ત્યારે કેન્દ્રિય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી.કે, સિંહે આતંકીઓની તુલના મચ્છર સાથે કરી છે.

વી.કે. સિંહે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ' રાતે 3:30 વાગ્યે મચ્છર વધારે હતા. મે મચ્છર મારવાની દવા છાંટી હવે કેટલા મચ્છર મર્યા તે ઘણુ કે શાંતિથી સુઈ જાઉં?'. માનવામાં આવી રહ્યું છે કે વી.કે સિંહે આ ટ્વીટ વિપક્ષ તરફથી માગવામાં આવી રહેલા સબુતોનો જવાબ છે. બાલાકોટ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવનારા વિપક્ષની વી.કે. સિંહે આલોચના કરી છે. વિપક્ષને જવાબ આપતી વી.કે. સિંહે કહ્યું હતું કે, 'આવા લોકોને વિમાનની નીચે બાંધીને લઈ જવા જોઈએ અને વિસ્ફોકટ સાથે તેમને પણ નીચે ઉતારવા જોઈએ જેનાથી કેટલા લોકો મર્યા તે ઘણી પાછા આવી જાય.'

 

આ પણ વાંચો: સંસદીય સમિતિ સામે હાજર થયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના અધિકારી, માંગી માફી

 

પ્રધાન વી.કે સિંહે કહ્યુ હતું કે, 'હું એમજ કહેવા માગુ છે કે સમસ્યા દેશની છે અને આ સમસ્યા સામે દેશના તમામ રાજકીય દળો અને સામાન્ય લોકોએ સાથે મળીને લડવું જોઈએ અને ભારતીય સૈન્યનું સમર્થન કરવુ જોઈએ. જે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આવા લોકોની વિચારસરણી વિકૃત છે.'