200 કરોડના ખર્ચે લગ્ન, કચરો નીકળ્યો 235 ક્વિંટલ

25 June, 2019 08:43 PM IST  |  ઉત્તરાખંડ

200 કરોડના ખર્ચે લગ્ન, કચરો નીકળ્યો 235 ક્વિંટલ

ઉત્તરાખંડમાં તાજેતરમાં જ 200 કરોડના ખર્ચે શાહી લગ્ન યોજાઈ ગયા. લગ્ન પૂરા થયા બાદ હવે સફાઈ કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં નગરપાલિકાની ટીમ 235 ક્વિંટલ કચરો એક્ઠો કરી ચૂકી છે. આ કામમાં નગરપાલિકાના 20 કર્મચારીઓ સહિત સંખ્યાબંધ મજૂરો પણ લગાવાયા છે. તંત્રની આખી ટીમ સફાઈ વ્યવસ્થા પર નજર રાખી રહી છે. તેનો રિપોર્ટ જિલ્લાધિકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 7 જુલાઈએ હાઈકોર્ટને સોંપવાનો છે. તો ઉદ્યોગપતિ ગુપ્તા પરિવારે આ માટે નગર નિગમમાં 54 હજારની રકમ જમાક રી છે. આ ઉપરાંત તેઓ સફાઈનો તમામ ખર્ચ પણ ઉપાડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 19થી 22 જૂન દરમિયાન દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગુપ્તા બંધુઓના પુત્રોના લગ્ન ઔલીમાં યોજાઈ ગયા. ઔલીમાં લગ્ન સમારોહને લઈ વિવાદ પણ થયો, મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. લગ્ન સમારોહ માટે ઔલીમાં હેલિકોપ્ટરની આવન જાવન પર પ્રતિબંધ મૂકાયો હતો. આ ઉપરાંત અહીં ફેલાતા કચરા પર નજર રાખવા તંત્રને આદેશ અપાયા હતા. હવે આખા મામલાનો રિપોર્ટ ચમોલી તંત્રએ હાઈકોર્ટને આવપવાનો છે.

જોશી મઠ નગરપાલિકાના અધ્યક્ષ શૈલેન્દ્ર પવારે કહ્યું કે ઔલીમાં કચરો એકત્ર કરવાનું કામ ચાલુ છે. સોમવારે 47 ક્વિંટલ કચરો ભેગો કરાયો હતો. અત્યાર સુધીમાં કુલ 235 ક્વિંટલ કચરો ભેગો થઈ ચૂક્યો છે. તો નગર પાલિકા અધ્યક્ષકનું એમ પણ કહેવું છે કે ટેન્ટ વગેરે કાઢવાનું કામ પણ અંતિમ તબક્કામાં છે. સમગ્ર વિસ્તાર સાફ કરવામાં હજી બે દિવસ લાગશે. ગુપ્તા પરિવારે તેનો ખર્ચ પૂરો પાડવા 54 હજાર રૂપિયા જમા કર્યા હતા. સફાઈ કાર્ય પુરુ થયા બાદ વાહનો અને મજૂરી સહિતના ખર્ચાનું બિલ તેમને મોકલવામાં આવશે.

નૈનીતાલ હાઈકોર્ટે જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ આપ્યો છે કે કચરાના કારણે પર્યાવરણને થતા નુક્સાન પર 7 જુલાઈ સુધીમાં રિપોર્ટ આપો. આ મામલે વધુ સુનાવણી 8 જુલાઈએ થશે. તો કોર્ટના આદેશ બાદ આયોજકોએ સુરક્ષાના ભાગ રૂપે ત્રણ કરોડ રૂપિયા બે હપતામાં જમા કરાવ્યા હતા.

આ લગ્નમાં સીએમ, બોલીવડના સ્ટાર્સ જેમ કે કેટરીના કૈફ, બાબા રામદેવ સહિતની હસ્તીઓ હાજર રહી હતી. બાબા રામદેવે લગ્નમાં બે કલાક સુધી યોગ પણ કરાવ્યા હતા. મહેમાનોને લાવવા લઈ જવા માટે હેલિકોપ્ટર ભાડે રખાયા હતા. આ ઉપરાંત અહીંના તમામ રિસોર્ટ અને હોટેલ બુક કરાી હતી.

national news uttarakhand