યુપીમાં ધર્માંતર કાનૂન હેઠળ પહેલો કેસ નોંધાયો

30 November, 2020 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુપીમાં ધર્માંતર કાનૂન હેઠળ પહેલો કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના નવા ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ પ્રથમ કેસ બરેલી જિલ્લામાં નોંધાયો હતો. એક નાની ઉંમરની કન્યાને ફોસલાવીને ધર્માંતરણના પ્રયાસોની એ કન્યાના પિતા ટિકારામની ફરિયાદને આધારે ગયા શનિવારે દેવર્નિયાન પોલીસ સ્ટેશને ઉવૈસ અહમદ નામના એ જ ગામના રહેવાસી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રોહિતસિંહ સજવાને જણાવ્યું હતું કે આરોપીને પકડવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. ટિકારામની દીકરી અને ઉવૈસ બન્ને સ્કૂલના બારમા ધોરણના એક જ વર્ગમાં ભણે છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ઉવૈશે ત્રણ વર્ષ પહેલાં એ કન્યા (ટિકારામની પુત્રી)ને ધર્મ બદલીને તેની જોડે નિકાહ કરી લેવાનું દબાણ કર્યું હતું. કન્યાએ એ બાબતનો વિરોધ કરતાં તેને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી.

national news uttar pradesh lucknow