શૉકિંગઃ જુનિયર એન્જિનિયરે 50 બાળકોનું યૌન શોષણ કર્યું

17 November, 2020 08:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૉકિંગઃ જુનિયર એન્જિનિયરે 50 બાળકોનું યૌન શોષણ કર્યું

પ્રતીકાત્મક તસવીર

સીબીઆઈએ ઉત્તર પ્રદેશના સિંચાઈ વિભાગના એક જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી છે, જેણે પાંચ વર્ષથી 16 વર્ષની ઉંમરના 50 જેટલા બાળકોનું યૌન શોષણ કરવાનો આરોપ છે. અધિકારીઓએ કહ્યું કે, આ આરોપી છેલ્લા 10 વર્ષથી બાળકોનું યૌન શોષણ કરતો હતો.

એટલુ જ નહી આ જુનિયર એન્જિનિયર યૌન શોષણ કરીને વીડિયો અને ફોટોગ્રાફ્સનું ઓનલાઈન વેચાણ કરતો હતો. બાળકો સાથે તે ચિત્રકુટ, બાંદા અને હમીરપુર જીલ્લામાં યૌન શોષણ કરતો હતો. બાંદા જીલ્લામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, એમ એનડીટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન સીબીઆઈએ આરોપી પાસેથી આઠ મોબાઈલ ફોન, આઠ લાખ રૂપિયા રોકડા, સેક્સ ટોઈઝ, લેપટોપ અને મોટા પ્રમાણમાં ચાઈલ્ડ સેક્સ એબ્યુસ મટેરિયલ મળી આવ્યા હતા. આરોપીએ પણ કબૂલ્યું કે તે બાળકોને મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની લાલચ આપીને ચૂપ રાખતો હતો.

જાન્યુઆરીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોમાં આવેલા ડેટા મુજબ, ભારતમાં દૈનિક 100થી વધુ બાળકોનું યૌન શોષણ થાય છે. ગયા વર્ષની સરખામણીએ આ આંકડામાં 22 ટકાનો વધારો થયો છે.

sexual crime national news uttar pradesh