UPમાં તોફાનીઓના હોર્ડિંગ લગાડવાના કેસમાં કોર્ટની યોગી સરકારને ફટકાર

09 March, 2020 09:44 AM IST  |  Lucknow

UPમાં તોફાનીઓના હોર્ડિંગ લગાડવાના કેસમાં કોર્ટની યોગી સરકારને ફટકાર

યોગી આદિત્યનાથ

સીએએના વિરોધમાં યુપીમાં હિંસા કરનારાઓના ફોટો સાથેનાં હોર્ડિંગો જાહેરમાં લગાડવા બદલ હાઈ કોર્ટે યુપી સરકારનો ખુલાસો માગ્યો છે.

હાઈ કોર્ટમાં યોગી સરકારની આ કાર્યવાહી સામે થયેલી પિટિશન બાદ હાઈ કોર્ટે લખનઉના પોલીસ કમિશનર અને કલેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરીને ખુલાસો માગ્યો છે કે કઈ જોગવાઈ હેઠળ આ પ્રકારનાં હોર્ડિંગ લગાડવામાં આવી રહ્યાં છે. હાઈ કોર્ટનું માનવું છે કે કોઈ પણ વ્યક્તિની સંમતિ વિના તેના ફોટોગ્રાફવાળાં હોર્ડિંગ લગાડવા એ રાઇટ ટુ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે.

યુપી સરકારે તોફાનીઓને સરકારી જાહેર સંપત્તિને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે નોટિસો તો આપી જ છે, પણ સાથે-સાથે તેમની તસવીરો સાથેનાં હોર્ડિંગો પણ જાહેરમાં લગાડવાનું શરૂ કર્યું છે.

રાજધાની લખનઉથી એની શરૂઆત થઈ છે જેમાં સંખ્યાબંધ સ્થળોએ ૫૩ તોફાનીઓની તસવીર સાથેનાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે. સીએએ સામે થયેલા હિંસક દેખાવો દરમિયાન ૧.૬૧ કરોડની સંપત્તિનું નુકસાન થયું છે.

yogi adityanath national news uttar pradesh