28 October, 2025 11:09 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગઈ કાલે અનાજથી ભરેલી એક ટ્રક અનિયંત્રિત થઈ જતાં એ કાર પર પલટી ખાઈ ગઈ હતી. ટ્રક અને એમાં ભરાયેલા માલના વજનથી કાર રીતસર દબાઈ જવાથી અંદર સવાર બે દોસ્તોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ત્રીજા મિત્રની હાલત ગંભીર છે અને પોલીસે કારમાંથી કાઢીને તેને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
બપોરે ૩ વાગ્યે આ ઘટના બની હતી. નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે અનાજ ભરેલી ટ્રક સ્પીડમાં આવી હતી અને એની સામેથી આવી રહેલી કારને બચાવવા જતાં સંતુલન ગુમાવીને પલટી ખાઈ ગઈ હતી.