પ્રયાગરાજની હોટલમાંથી મળ્યો યુપીના ડેપ્યુટી CMOનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

24 April, 2023 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુપીના પ્રયાગરાજની એક હોટલમાંથી ડેપ્યુટી સીએમઓ ડૉ. સુનિલ કુમાર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh Breaking News)ના પ્રયાગરાજની એક હોટલમાંથી ડેપ્યુટી સીએમઓ ડૉ. સુનિલ કુમાર સિંહનો મૃતદેહ (UP CMO Found Dead) મળી આવ્યો છે.સુનીલ કુમારનો મૃતદેહ રૂમમાં ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.જણાવવામાં આવી રહ્યું છે કે સુનીલ કુમાર બનારસના રહેવાસી હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજના સિવિલ લાઈન્સ વિસ્તારનો આ મામલો છે. અહીં વિઠ્ઠલ હોટલના રૂમ નંબર 106માંથી સુનીલ કુમારનો મૃતદેહ મળી આવ્યો છે. જોતે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ આત્મહત્યા છે કે હત્યા.

મૃતક ડૉક્ટર સુનીલ કુમાર સિંહ સંચારી રોગના નોડલ અધિકારી હતા. સુનીલ કુમારનો મૃડદેહ મળ્યા બાદ આ અંગે પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. સુનીલ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલામાં આવ્યો છે. 

આ પણ વાંચો: Mumbai Crime: 19 વર્ષના દિકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મારીને કરી બાપની હત્યા, જાણો કારણ

national news uttar pradesh yogi adityanath