ઉન્નાવના BJP સાંસદ સાક્ષી મહારાજ કોરોના સંક્રમિત

07 November, 2020 02:56 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

ઉન્નાવના BJP સાંસદ સાક્ષી મહારાજ કોરોના સંક્રમિત

સાક્ષી મહારાજ (ફાઈલ તસવીર)

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં થોડાક દિવસ ઘટાડો નોંધાયા બાદ આજે ફરી એકવાર 50,000 કરતા વધુ કેસ નોંધાયા છે. એક તરફ, દેશમાં કોરોના  વાયરસના સંક્રમિતોની સંખ્યા 84 લાખને પાર થઈ ગઈ છે. બીજી બાજુ, સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ કે પછી કોઈપણ નેતા આ વાયરસના સંક્રમણથી કોઈ બચી શક્યું નથી. હવે વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવના ભાજપના સાંસદ સાક્ષી મહારાજ (Sakshi Maharaj) કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશ્યલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.

ડૉક્ટર સ્વામી સાક્ષી મહારાજ ઉત્તરપ્રદેશના ઉન્નાવના ભાજપના સાંસદ છે. કોરોના સંક્રમિતવ હોવાની માહિતી તેમને સોશ્યલ મીડિયા દ્વારા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના લક્ષણ દેખાયા બાદ મેં મારી તપાસ કરાવી હતી. જેમાં હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. સાક્ષી મહારાજે તેની સાથે જ લોકોને અપીલ કરી છે કે, વિતેલા સપ્તાહમાં જે તેમના સંપર્કમાં આવ્યાં છે તે પોતાના કોરોના સંક્રમણની તપાસ જરૂરથી કરાવી લો. સાથે જ કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં રહો. તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણની સારવાર માટે તે હૉમ ક્વૉરન્ટીન રહેશે.

તમને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં 23,132 એક્ટિવ કેસ છે. જ્યારે 4,63,240 લોકો સારવાર બાદ સાજા થયા છે. તો રાજ્યમાં 7,155 લોકોના કોરોનાને લીધે મોત થયા છે. આજ સુધી 4,93,527 કેસ નોંધાયા છે.

coronavirus covid19 national news uttar pradesh