૩૦૦ કરોડથી વધારે ઈ-મેઇલના પાસવર્ડ ચોરાયા?

07 February, 2021 02:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૦૦ કરોડથી વધારે ઈ-મેઇલના પાસવર્ડ ચોરાયા?

પ્રતીકાત્મક તસવીર

ઑનલાઇન સિસ્ટમ્સના પ્રસારમાં વૃદ્ધિ સાથે હેકિંગના પણ ઘણા પ્રકાર પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં ઑનલાઇન હેકિંગ ફોરમે ૩૦૦ કરોડથી વધારે ઈ-મેઇલના પાસવર્ડ લીક થયાનો દાવો કર્યો હતો. લીકેજનો ડેટા એક જ ઠેકાણે એકઠો કરવામાં  આવ્યો હોવાની શક્યતા દર્શાવતાં ફોરમે જણાવ્યું હતું કે તેમાં મુખ્યત્વે લિન્ક્ડઇન, માઇનક્રાફ્ટ, બાદૂ, પાસ્ટબિન અને બિટકોઇનના યુઝર્સના ડેટાનો સમાવેશ છે.

આ લીકેજમાં ગૂગલ અને નેટફ્લિક્સ માટે એક જ પાસવર્ડ વાપર્યો હોય તેમના ડેટા લીકેજનું પ્રમાણ સૌથી વધારે હોવાનું હેકિંગ ફોરમે જણાવ્યું હતું. સાઇબર ન્યુઝના એક રિપોર્ટ અનુસાર એ લીકેજને કમ્પાઇલેશન ઑફ મેની બ્રીચીઝ (સીઓએમબી) નામ આપવામાં આવ્યું છે. એ ડેટાને આર્કાઇવ કરીને પાસવર્ડ પ્રોટેક્ટેડ કન્ટેનરમાં રાખવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

national news