એચ-૧બી વિઝાધારકોના સ્પાઉસની વર્ક પરમિટ રદ કરવાનો યુએસ કોર્ટનો ઇનકાર

11 November, 2019 12:35 PM IST  |  New Delhi

એચ-૧બી વિઝાધારકોના સ્પાઉસની વર્ક પરમિટ રદ કરવાનો યુએસ કોર્ટનો ઇનકાર

પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં એચ-૧બી વિઝાધારક કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ઓબામાના શાસનકાળ દરમ્યાન એચ-૧બી વિઝા ધરાવતા કર્મચારીઓના સ્પાઉસની યુએસમાં વર્ક- પરમિટને રદ કરવાની અરજીને યુએસની કોર્ટે ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે લાખો ભારતીય કર્મચારીઓને લાભ થશે. એચ-૧બી વિઝા એ નોન ઈમિગ્રન્ટ વિઝા છે જેના દ્વારા ભારતીય કર્મચારીઓ યુએસસ્થિત કંપનીમાં વિદેશી કર્મચારી તરીકે નોકરી કરી શકે છે.
૨૦૧૫માં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામાએ એચ-૧બી વિઝા ધરાવતા કર્મચારીઓના પતિ કે પત્ની એવા એચ-૧બી વિઝાધારકોને વર્ક-પરમિટની મંજૂરી આપી હતી. આ મંજૂરીનો સૌથી વધુ લાભ ભારતીય કર્મચારીઓની મહિલાઓને થતો હતો. પરંતુ યુએસના કેટલાક કર્મીઓએ આ વિશેષ મંજૂરીનો ટ્રમ્પ પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. કૉલમ્બિયા જિલ્લાની યુએસ કોર્ટ ઑફ અપીલ્સના ત્રણ જજોની બેન્ચે શુક્રવારે આ કેસ ફરી નીચલી કોર્ટને મોકલી આપ્યો હતો અને આ કેસમાં જિલ્લા કોર્ટને કેસનું ઝીણવટભર્યું પૃથ્થકરણ કરી ત્યારબાદ મેરિટ નક્કી કરવા જણાવ્યું હતું.
યુએસના સેવ્સ જોબ્સ દ્વારા એક અરજી કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે એચ-૧બી વિઝાધારકોને વર્ક પરમિટની મંજૂરીને પગલે તેમની છટણી કરી દેવામાં આવી હતી.

donald trump united states of america