અમેરિકામાં તિરંગા સાથે દેખાવ કરનાર સામે ભારતમાં ફરિયાદ

10 January, 2021 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં તિરંગા સાથે દેખાવ કરનાર સામે ભારતમાં ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન સંસદ ભવન કૅપિટલ હિલમાં ઘૂસી ગયેલા ટ્રમ્પ સમર્થકોએ ભારે હિંસા કરી હતી. આ દરમિયાન કૅપિટલ હિલની બહાર દેખાવો થઈ રહ્યા હતા, જેમાં ત્રિરંગા લઈને દેખાવો કરવા માટે પહોંચેલા ભારતીય મૂળના સમર્થક વિનસન્ટ ઝેવિયરની ભારતમાં ભારે ચર્ચા થઈ રહી છે.

હવે ઝેવિયર સામે દિલ્હીના પોલીસ મથકમાં દીપક કુમાર સિંહ નામની વ્યક્તિએ ફરિયાદ કરીને ઝેવિયરનું ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી કરી છે. બીજી તરફ દેખાવોમાં ભાગ લેનાર વિન્સન્ટનું કહેવું હતું કે હું ટ્રમ્પ સમર્થક તરીકે દેખાવોમાં ભાગ લેવા માટે ગયો હતો, એક રંગભેદી વ્યક્તિ તરીકે નહીં.

૫૪ વર્ષના વિન્સન્ટ ઝેવિયર મૂળે કેરાલાનો છે અને ટ્રમ્પની પ્રેસિડેન્શિયલ એક્સપોર્ટ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ તેની પસંદગી થઈ હતી. વિન્સેન્ટે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે કૅપિટલ હિલમાં થયેલી હિંસામાં મારો હાથ નહોતો. હું શાંતિપૂર્ણ પ્રદર્શન માટે ગયો હતો. મારો વિરોધ ચૂંટણીમાં થયેલા ફ્રૉડ સામે હતો. આ રેલી કોઈ રંગભેદી આંદોલન નહોતી. નહીંતર હું ભારતનો ઝંડો લઈને સામેલ ન થઈ શક્યો હોત.

national news united states of america