19 August, 2025 08:44 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના નોએડામાં ડિજિટલ રેપ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ૨૦૧૮માં એક ખાનગી સ્કૂલના ગાર્ડે ત્રણ વર્ષની બાળકી પર ડિજિટલ બળાત્કાર કર્યો હતો. આ કેસમાં સૂરજપુર જિલ્લા કોર્ટે આજીવન કેદ સાથે આરોપી ચંડીદાસને ૨૪,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જો દંડ ન ભરાય તો આરોપીએ ૬ મહિનાથી વધારાની કેદ ભોગવવી પડશે. સેક્સ માટે પ્રજનન અંગ સિવાય કોઈ પણ અંગ કે વસ્તુનો બળજબરીથી ઉપયોગ કરવો એને ડિજિટલ રેપ કહેવાય છે.