પાકિસ્તાનથી 28 વર્ષ બાદ પરત આવ્યો કાનપુરનો આ નાગરિક

16 November, 2020 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનથી 28 વર્ષ બાદ પરત આવ્યો કાનપુરનો આ નાગરિક

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના કાનપુરનો એક વ્યક્તિ 28 વર્ષ પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ પરત દેશમાં આવ્યો છે. ઘરે પરત આવતા તેના કુટુંબીઓ ભાવવિભોર થઈ ગયા હતા.

કાનપુરના શમસુદ્દીન ઉપર જાસૂસીનો આરોપ લાગતા તેણે 28 વર્ષ પાકિસ્તાનની જેલમાં પસાર કરવા પડ્યા હતા. 28 વર્ષ પહેલા શમસુદ્દીનનો તેના કુટુંબીઓ સાથે મતભેદ થતા ઘર છોડી દીધુ હતું. પાકિસ્તાનમાં તેના એક પરિચીતે શમસુદ્દીનને આમંત્રણ આપ્યુ હતું. શમસુદ્દીને નાગરિકત્વ મેળવવા માટે પોતે આ પરિચીતનો સંબંધી છે એવુ દર્શાવનારા ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને પાકિસ્તાનમાં બિઝનેસ શરૂ કર્યો હતો. તેમ જ તેની ફેમિલીને પણ ત્યાં બોલાવ્યા હતા.

થોડા વર્ષો બાદ શમસુદ્દીને તેની ફેમિલીને પરત ભારતમાં મોકલ્યા હતા. પરંતુ જ્યારે પોતાનો પાસપોર્ટ રિન્યુ કરવા ગયો ત્યારે સંપૂર્ણ બાબત ખુલ્લી પડતા તેને જેલ થઈ હતી. જેલની સજા પુરી થયા બાદ તેને ભારતીય સૈન્યને સોપવામાં આવ્યો હતો. ફરજિયાત ક્વૉરન્ટીનના ભાગરૂપ આર્મીએ શમસુદ્દીનને પોતાની પાસે રાખ્યો હતો.

અંતે શમસુદ્દીનને રૂટિન પૂછપરછ માટે કાનપુર પોલીસને સોપવામાં આવ્યો હતો. શમસુદ્દીનના નાના ભાઈ ફહિમે કહ્યું કે, અમારા માટે મહત્વની વાત એ છે કે તે પાછા આવ્યા છે. ભૂતકાળ હવે પાછળ છે અને અમે નવા ભવિષ્ય ઉપર ધ્યાન આપી રહ્યા છે.

kanpur national news pakistan