ઉત્તર પ્રદેશને વિભાજિત કરવાનો ઠરાવ માત્ર ૧૭ મિનિટમાં મંજૂર

22 November, 2011 08:04 AM IST  | 

ઉત્તર પ્રદેશને વિભાજિત કરવાનો ઠરાવ માત્ર ૧૭ મિનિટમાં મંજૂર

 

બીજી બાજુ સમાજવાદી પાર્ટી, કૉન્ગ્રેસ અને બીજેપી (ભારતીય જનતા પાર્ટી)એ સાથે મળીને માયાવતી સરકારને હાંકી કાઢવાની ડિમાન્ડ કરી હતી. એને લીધે બપોરે ૧૨.૨૦ વાગ્યે ગૃહને મોકૂફ રાખવામાં આવ્યું હતું. વિરોધ પક્ષોના મેમ્બરોએ સૂત્રોચ્ચાર કર્યો હતો અને હાથમાં માયાવતી સરકારની ટીકા કરતાં બૅનરો રાખ્યાં હતાં. જોકે માયાવતીએ એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘આ ઠરાવ રાજકીય સ્ટન્ટ નથી. હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. વિરોધ પક્ષો એવી અફવા ફેલાવી રહ્યા છે કે મારી સરકાર લઘુમતીમાં છે, પરંતુ આ વાત ખોટી છે.’


સત્રના એજન્ડામાં રાજ્યને વિભાજિત કરવાના ઠરાવનો કોઈ ઉલ્લેખ નહોતો. બીજેપીએ કહ્યું હતું કે માયાવતી સરકાર રાજ્યના ચાર ટુકડાનો ઠરાવ મંજૂર કરીને સાડાચાર વર્ષના તેમના શાસન દરમ્યાન તેમણે કરેલી ગેરરીતિ અને ભૂલોને છાવરવાનો પ્રયાસ કરી રહી છે.