UNLOCK 5: 15 ઓક્ટોબરથી સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે

30 September, 2020 08:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

UNLOCK 5: 15 ઓક્ટોબરથી સિનેમા-મલ્ટિપ્લેક્સ ખૂલશે

ફાઈલ તસવીર

ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 રહેશે.

સરકારે 15 ઓક્ટોબરથી નવી ગાઈડલાઇન્સ પ્રમાણે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજનના પાર્ક ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. જોકે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે.

સિનેમા, થીએટર, મલ્ટીપ્લેક્સ 50% કેપેસીટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ગાઇડલાઇન્સ જાહેર કરશે. સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં 100થી વધુ લોકોને અનુમિત આપવી તે અંગે રાજ્ય નિર્ણય કરશે. રાજ્ય સરકારો શાળાઓ કોચિંગ ક્લાસીસ 15 ઓક્ટોબર પછી ફરીથી ખોલવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓને તબક્કાવાર ખોલવાની રહેશે. ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન અનુસાર, દેશમાં 1થી 31 ઓક્ટોબર 2020 સુધી અનલૉક 5 લાગૂ રહેશે. જે શાળાઓને ખુલવાની પરવાનગી આપવામાં આવેલી હશે તેમણે રાજ્યએ તૈયાર કરેલી SOPનું પાલન કરવું પડશે.

આ SOP ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને બનાવશે.  ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કોલેજોને ફરીથી ખોલવાના સમયનો નિર્ણય ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મળીને લેવામાં આવશે.

coronavirus covid19 Regional Cinema News lockdown national news